ગાંધીનગરગુજરાત

એમ.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં સ્ટેમ ટિંકરિંગ વર્કશોપ યોજાયો

ગાંધીનગર :
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી ગાંધીનગર – સંચાલિત એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલને ભારત સરકાર નીતિ આયોગ દ્વારા પ્રાપ્ત થયેલ અટલ લેબમાં તાજેતરમાં આશરે ૬૫ વિદ્યાર્થીઓ માટે STEM (Science Technology Engineering Mathematics) Tinkering Workshop વિક્રમ કે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) અમદાવાદ અને Kostwein India Company Pvt. Ltd. ના સહયોગથી યોજવામાં આવી હતી. આ વર્કશોપમાં VASCSC થી પ્રોગ્રામ ઓફિસર અને સાયન્ટિસ્ટ મેઘા પરીખ, પ્રોજેક્ટ ઓફિસર માદ્રી ગદાની, પ્રોજેક્ટ એસોસીએટ રાધિકા સીતોકે અને કમ્પ્યુટર એસોસિયેટ દ્યુતી મોઢા દ્વારા Emerging Technologies, Basic Programming, Basic Circuit on Bread board, 3D Printing and Artificial intelligence વિશે જાણકારી અને hands on પ્રવૃત્તિઓ આપવામાં આવી.
આ STEM Education Workshop નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP 2020) આધારિત છે વિદ્યાર્થીઓને આ પ્રયોગો શીખવાનો અને કરવાનો ખૂબ જ આનંદ થયો. Basic સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન અટલ લેબ કોર્ડીનેટર સેજલ પંકજકુમાર પરમાર દ્વારા કરવામાં આવ્યું અને અટલ લેબ આસિસ્ટન્ટ એચ યુ ખાન દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
કડી સર્વ વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી થી ઇનોવેશન કેટાલિસ્ટ શ્રી ઉત્કર્ષ પટેલના સતત માર્ગદર્શન અને આચાર્ય અર્પિત ક્રિશ્ચનના સહયોગથી વિદ્યાર્થીઓને ભવિષ્યના આવનાર સમય માટે તૈયાર કરવાનો એક પ્રયાસ કરાયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x