ગાંધીનગરગુજરાત

મતદારો તેની તમામ માહિતી હેલ્પલાઇન નંબર-૧૯૫૦ ઉપરથી જાણી શક્શે

ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના મતદારો પોતાનું મતદાન યાદીમાં નામ કયાં ભાગમાં, કયા ક્રમ ઉપર નોંઘાયેલ છે, તેની માહિતી પોતાના ઘરે બેઠા સરળતાથી મેળવી શકે તે માટે હેલ્પલાઇન નંબર- ૧૯૫૦ કાર્યરત છે.
ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ- મતદારો છે. જેમાં દહેગામમાં ૨,૨૦,૬૮૭, ગાંધીનગર(દ)માં ૩,૭૧,૫૯૮, ગાંધીનગર(ઉ)માં ૨,૩૦,૮૪૭ અને કલોલમાં ૨,૪૮,૭૮૪ મતદારો પોતાની વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ૨,૫૩,૬૮૮, માણસામાં મતદારોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદારોની સુવિઘામાં હેલ્પલાઇન ટેલીફોન નંબર, વેબસાઇડ અને એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. આ તમામ મતદારો પોતાનું મતદારા યાદીમાં નામ કયાં ભાગ નંબરમાં, કયા ક્રમ ઉપર નોંઘાયેલ છે. કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું છે તે અંગેની માહિતી મતદારો સરળતાથી મેળવી શકે તેવા ઉમદા હેતુથી રાજય કક્ષાએ ગાંધીનગર ખાતે હેલ્પલાઇન ટેલીફોન નંબર- ૧૯૫૦ કાર્યરત છે. આ હેલ્પલાઇન પરથી મતદારો પોતાની માહિતી કામકાજના દિવસ દરમ્યાન સવારના ૧૧.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી મેળવી શકશે. આ ઉપરાંત મતદાર યાદીમાં આપનું નામ શોઘવા માટે ભારતના ચૂંટણી પંચની વેબસાઇડ https:/www.nvsp.in તથા Voter Helpline એપ્લીકેશન ઉપરથી મતદારોને માહિતી મેળવી શકશે. તેની સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ એસ્પેન્ડીચર મોનીટરીંગ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જે રાઉન્ડ ઘ કલોક ચાલુ રહેશે. આ હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૨૩૪૫ નંબર છે. –

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x