અરવલ્લીઃબાયડ વિધાનસભામાં ચુંટણી પ્રચારમાં તેજીઃભાજપ – કોંગ્રેસ બંને પક્ષે દિગ્ગજોની જાહેર સભાઓ યોજાશે
ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી રાજકીય પક્ષોની હારજીત માટે સટ્ટા બજાર તેજીમાં રહ્યું છે
અરવલ્લી જિલ્લામાં પણ બંને પક્ષોના ચુંટણી પ્રચારમાં તેજી આવી ગઈ છે
અરવલ્લી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોડાસા ખાતે યોજાયેલી જાહેર સભા બાદ આજરોજ ભિલોડા ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેરસભા યોજાઈ હતી
32 બાયડ માલપુર વિધાનસભામાં કાંઈક અલગ જ રાજકીય સમીકરણો સર્જાતા અને ભાજપના અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ ઉમેદવારી કરતા બંને મુખ્ય રાજકીય પક્ષો ચિંતામાં જણાઈ રહ્યા છે કારણ ધવલસિંહ ઝાલા કોને ભારે પડે છે તે તો સમય જ કહેશે!!!
પરંતુ બંને મુખ્ય રાજકીય પક્ષોમાં સ્ટાર પ્રચારકોની સભાઓ યોજવા માટે હોડ જામી હોય હિલચાલ તેજ થઈ ગઈ છે.
32 બાયડ માલપુર વિધાનસભા પર 30 મી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સાઠંબા નજીક બોરડીમાં સભા યોજાવા જઈ રહી છે
ત્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી પણ બાયડ વિધાનસભા બેઠક પર જીત મેળવવા કોઈ કસર છોડવા માગતી ના હોય તેમ તારીખ 1’લી ડિસેમ્બરના રોજ બાયડ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાવાની હોય તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.