ભિલોડામાં કોંગ્રેસમાં ગાબડુ, મહત્વના નેતાઓ જોડાયા ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન હવે નજીક છે ત્યારે રાજકારણના સમીકરણો રોજ બદલાઇ રહ્યા છે. નેતાઓ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા મતવિસ્તારમાં કોંગ્રેસમા મોટુ ગાબડું પડ્યું છે. રાજકારણના મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં કોંગ્રેસના આદિવાસી સમાજના મોટા રાજકીય નેતાઓ ભાજપમાં જોડાતા રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે
ભિલોડામાં કોંગ્રેસમાં ગાબડુ
વિધાનસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કરીને રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે. વિવિધ સ્થળો પર રાજકીય પક્ષોના કાર્યકરો અને આગેવાનો પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાવાના સમાચારો આવી રહ્યા છે ત્યારે મંગળવારે ભિલોડા મત વિસ્તારમાં કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું હતું.. કોંગ્રેસના આદિવાસી સમાજના મોટા રાજકીય નેતાઓ ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના દિલીપભાઈ કટારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. દિલીપભાઈ કોંગ્રેસના ખેડબ્રહમાના પૂર્વ ધારાસભ્ય સ્વ. કલજીભાઈ કટારાના પુત્ર છે.
તુલસીભાઇ રાવલ પણ ભાજપમાં જોડાયા
દિલીપભાઇ કટારા ભિલોડા વિસ્તારના આદિવાસી ડુંગરી ગરાસિયા પંચના પ્રમુખ છે અને તેઓ કોંગ્રેસના ભિલોડા વિધાનસભા સીટના પ્રબળ દાવેદાર પણ હતા. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તેમની સાથે સહકારી આગેવાન તુલસીભાઈ રાવલે પણ ગૃહ મંત્રીના હસ્તે કેસરિયો ઘારણ કયૉ