ગુજરાત

અર્જુન કપૂરની બહેન અંશુલા આ વ્યÂક્તના પ્રેમમાં છે, તેની સાથે વેકેશન માણી રહી છે!

બોની કપૂરની મોટી દીકરી અને અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર ભલે એÂક્ટંગથી દૂર હોય પરંતુ તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે. પોતાની સ્ટાઈલ અને બોલ્ડનેસથી બધાના હોશ ઉડાવી દેનાર અંશુલા હવે વધુ એક ખાસ કારણથી ચર્ચામાં આવી છે. સમાચાર છે કે અર્જુન કપૂરની બહેનના જીવનમાં કોઈ ખાસ વ્યÂક્તની એન્ટ્રી થઈ છે અને બંને એકબીજાને ડેટ પણ કરી રહ્યાં છે. અંશુલાનું હૃદય જેના માટે ધડકે છે તે છે રોહન ઠક્કર. જેનું નામ પહેલા બહુ સાંભળ્યું નથી. પરંતુ આ સમયે અંશુલા રોહનની ખૂબ જ નજીક છે.

૧૫ નવેમ્બરે, રોહન ઠક્કરના જન્મદિવસ પર, અંશુલાએ તેની સાથે એક ખાસ વીડિયો શેર કર્યો જે માલદીવનો હતો. આ વીડિયોમાં અંશુલા રોહન સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી અને બંને વેકેશનની ખૂબ મજા માણી રહ્યાં હતાં. આ પોસ્ટ પર મલાઈકા અરોરા, શનાયા કપૂર અને સંજય કપૂરે પણ કોમેન્ટ કરી હતી. અને હાલમાં જ તે રજાઓ ગાળવા ગોવા પહોંચી હતી જ્યાં રોહન તેની સાથે જાવા મળ્યો હતો. તેમની શાનદાર કંપની જાઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક એવું ચાલી રહ્યું છે, જેને તેઓ છુપાવી રહ્યા છે.
હવે સવાલ એ છે કે આખરે રોહન ઠક્કર કોણ છે? રોહન વ્યવસાયે પટકથા લેખક છે જેણે બોલિવૂડની બહાર ઘણા પ્રોજેક્ટ્‌સમાં કામ કર્યું છે પરંતુ અત્યાર સુધી તેણે બોલિવૂડમાં કોઈ કામ કર્યું નથી. આવી Âસ્થતિમાં તે હવે અંશુલાને કેવી રીતે મળ્યો અને બંને એકબીજાની આટલી નજીક કેવી રીતે આવ્યા, તે અત્યારે કોઈને ખબર નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૨ની શરૂઆતમાં બંને રિલેશનશિપમાં આવ્યા હતા પરંતુ અત્યાર સુધી તેમણે આ વાતને ગુપ્ત રાખી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *