ગુજરાત

પ્રથમ તબક્કાના મતદાનને લઇને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠક માટે આવતીકાલે મતદાન યોજાશે હાલમાં મતદારોને રીઝવવા રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આપ ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠક કરી રહ્યાં છે. આવતીકાલે ૧ ડિસેમ્બરે ૮૯ બેઠકો માટે મતદાન યોજાશે જેમાં કચ્છ-સૌરાષ્ટÙ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાનો સમાવેશ થાય છે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૨ કરોડ ૩૯ લાખ ૭૬ હજાર ૬૭૦ મતદારો મતદાન કરશે.જેમાં ૬ લાખ મતદારો પહેલી વખત મતદાન કરશે. પ્રથમ તબક્કામાં ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે.
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ આ વિશે માહિતી આપતા કહ્યું કે, પ્રથમ તબક્કામાં ૧૯ જિલ્લાઓમાં મતદાન થશે. સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન થશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર મતદાન થશે. કુલ ૯૯૮ ઉમેદવારો મેદાન છે. કુલ ૨ કરોડ ૧૩ લાખ મતદારો મતદાન કરશે, જેમાંથી ૧ કરોડ ૧૫ લાખ મહિલા મતદારો છે. ૬ લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. ૧૬૩ એનઆરઆઇ મતદારો છે. ૧૪,૩૮૨ મતદાન મથકો પર મતદાન થશે. ૫૦ ટકા મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ થશે. શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. બે દિવસ પહેલા વોટર માહિતીની સ્લીપનું વિતરણ કરી દેવાયું છે. આજે સાંજે ૫ વાગ્યાથી પહેલા તબક્કાનું પ્રચાર બંધ થશે. ૫,૨૨૯ ફરિયાદ અત્યાર સુધી ચૂંટણી પંચને મળી છે. અત્યાર સુધી ૯ ફરિયાદ મળી, જેમાં પોલીસ ફરિયાદ કરી છે.
ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.મતદાન ગુરૂવારે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી થશે. પ્રથમ તબક્કામાં કુલ પ્રથમ તબક્કામાં ૩૯ રાજકીય પક્ષો વચ્ચે જંગ છે. પ્રથમ તબક્કા માટે ૨૫ હજાર ૪૩૦ મતદાન મથકો રહેશે. અને કુલ ૩૪,૩૨૪ ઇવીએમ અને ૩૮,૭૪૯ વીવીપીએટી મશીનોમાં મતદાન થશે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થશે.વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન નિષ્પક્ષ અને કોઈ અનિચ્છનિય બનાવ વિના પૂર્ણ થાય તે માટે પોલીસ અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ, એસઆરપી જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મતદાનના દિવસે પોલીસ બેડાના અધિકારીઓ, સીએપીએફની કંપની, એસઆરપીની ટૂંકડી ઉપરાંત સાડા ચાર હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળી લોકશાહીના મહાપર્વને નિર્વÎને પાર પાડશે. ભાવનગર-બોટાદ જિલ્લામાં સ્થાનિક પોલીસ તંત્ર ઉપરાંત બીજા તબક્કાની ચૂંટણીવાળા જિલ્લામાંથી પોલીસના ધાડેધાડે ભાવનગરમાં ઉતર્યા છે. જિલ્લામાં સાત વિધાનસભા બેઠકના મતદાન માટે ૧૮૬૮ મતદાન મથકો ઉભા કરાયા છે. આ મતદાન મથકો ઉપર કોઈ પણ અસામાજિક ત¥વો કે રાજકીય પક્ષો મતદારોને ધમકાવી, દબાણ કરી ન શકે તે માટે પોલીસનો અભેદ લોખંડી બંદોબસ્ત જળવાઈ રહેશે. જેના માટે વિધાનસભા ચૂંટણીના મતદાનના દિવસે કુલ આઈપીએસ ઓફિસર્સના માર્ગદર્શન નીચે આઠ ડિવાયએસપી, ૧૪ પોલીસ ઈન્સ્પેક્ટર, ૩૯ પોલીસ સબ ઈન્સેક્ટર, મહિલા-પુરૂષ મળી ૨૧૩૦ પોલીસ જવાનો, ૨૪૫૭ હોમગાર્ડ-જીઆરડી, સીએપીએફ (સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ)ની ૩૭ કંપની અને ત્રણ એસઆરપીની કંપનીને ચૂંટણી બંદોબસ્ત સોંપવામાં આવી છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તાર-મતદાન બુથો પર ફોર્સના જવાનોની તૈનાતી રહેશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજીની ટીમો સતત પેટ્રોલીંગ કરશે.
ઉલ્લેખનિય છે કે, આરઆરપી, સીએપીએફ જવાનોની ટૂંકડી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પોલીસનો કાફલો આવી પહોંચ્યો છે. આવતીકાલે મતદાન સીટો-બુથો, વિસ્તારોમાં પોલીસ-ફોર્સના જવાનો ચૂંટણી ડયૂટી માટે પહોંચી જશે. ૧લી ડિસેમ્બરને ગુરૂવારે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ તમામ મતદાન બુથો પરથી પોલીસ-ફોર્સની સુરક્ષા વચ્ચે ઈવીએમને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *