ગુજરાત

૫૧ વર્ષનો રાજકારણનો અનુભવ છે, હું  વ્યક્તિ નહીં નીતિની રાજનીતિ કરુ છુંઃ મોદીને રાવણ કહેવા પર ખડગેની સ્પષ્ટતા

ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે ‘રાવણ’વાળી ટિપ્પણી કરનારા કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાર્જૂન ખડગે રાજકીય રીતે ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપ તેમની આ ટિપ્પણીનો ફાયદો શોધી રહી છે. ત્યાર હવે પીએમ મોદી પર આ પ્રકારની ટિપ્પણીને લઈને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ભાજપ પર ગુજરાત ચૂંટણીમાં જશ ખાંટી જવા માટે તેમના નિવેદનોનો દુરુપયોગ કરાતો હોવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું છે કે, હું નીતિઓ પર રાજનીતિ કરુ છું, વ્યÂક્ત વિશેષ પર નહીં.

પોતાની ટિપ્પણી પર થઈ રહેલા વિવાદ બાદ મÂલ્લકાર્જૂન ખડગેએ કહ્યું કે, કોંગ્રેસની રાજનીતિ કોઈ એક વ્યÂક્ત વિરુદ્ધ અથવા તેમના વિશે નથી હોતી. અમારી રાજનીતિ નીતિઓને લઈને હોય છે. તેઓ પરફોર્મેન્સ પોલિટિક્સમાં વિશ્વાસ કરે છે, પણ ભાજપની રાજકીય શૈલીમાં મોટા ભાગે લોકતંત્રની ભાવનાનો અભાવ હોય છે. કારણ કે ભાજપની રાજનીતિ દરેક જગ્યાએ એક વ્યÂક્ત વિશેષ પર કેન્દ્રીય હોય છે. તેમણે કહ્યું કે, ભાજપ મારા નિવેદનને ચૂંટણી લાભ ખાંટવા માટે દુરુપયોગ કરી રહી છે. તો વળી ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સંભાવનાઓના સવાલના જવાબમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, આપ કોઈના ઈશારા પર કોંગ્રેસના મતોનું ધ્રુવીકરણ કરવા માટે કામ કરી રહી છે. ખડગેએ કહ્યું કે, ભાજપ અને પ્રધાનમંત્રી મોદીની રાજકીય શૈલીમાં મોટા ભાગે લોકતંત્રની ભાવનાનો અભાવ હોય છે. હું ચૂંટણીના તમામ સ્તર પર તેમના પ્રચારની શૈલી વિશે કેટલાય ઉદાહરણ આપ્યા, પણ તેઓ ચૂંટણીમાં લાભ ખાંટવા માટે મારી ટિપ્પણીનો દુરુપયોગ કરી રહ્યા છે.
ખડગેએ કહ્યું કે, હું કોઈ વ્યક્તિ પર ટિપ્પણી નથી કરતો અથવા વ્ તે વ્યક્તિગત ટિપ્પણી કરતો જ નથી. કારણ કે મારી પાસે ૫૧ વર્ષનો સંસદીય રાજનીતિનો અનુભવ છે. મેં વિકાસ, મોંઘવારી, બેરોજગારી, ગરીબીના મુદ્દા પર ટિકા કરી છે. આપને જણાવી દઈએ કે, આ અઠવાડીયાની શરુઆમાં અમદાવદામાં એક રેલીને સંબોધન કરતા ખ઼ડગે એ કહ્યુંહ તુ કે, પીએમ મોદી તમામ ચૂંટણીમાં લોકોને પોતાને જાઈને વોટ આપવા માટે કહે છે. તેમણે કહ્યું હતું કે, શું આપ રાવણની માફક ૧૦૦ માથાવાળા છો?.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x