અથિયા અને રાહુલ જાન્યુઆરીમાં લગ્ન કરે તેવી શક્યતા
મુંબઈઃ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નની વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે.સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, આથિયા અને રાહુલના લગ્ન ટૂંક સમયમાં થવાના છે, એવું લાગી રહ્યું છે.
કેએલ રાહુલને બોર્ડ ઓફ કંટ્રોલ ઓફ ઈન્ડિયા દ્વારા રજા આપવામાં આવી છે, આવી સ્થિતિમાં અથિયા સાથેના તેમના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટમાં આથિયા અને રાહુલના લગ્નની તારીખ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એ નિશ્ચિત છે કે તેઓ 2023માં લગ્ન કરશે. કપલના એક કોમન ફ્રેન્ડે જણાવ્યું કે તેઓ ચૂપચાપ તેમના લગ્નની યોજના બનાવી રહ્યા છે. તેથી તારીખ જાણવાની કોઈ શક્યતા નથી. પરંતુ તેઓ જાન્યુઆરી-માર્ચ દરમિયાન લગ્ન કરે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે આથિયા અને રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. બંનેએ ગયા વર્ષે તેમના સંબંધોની જાહેરાત કરી હતી. આથિયા ઘણીવાર કેએલ રાહુલ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રવાસમાં જાય છે.