ahemdabad

નાનકડી બાળકીએ મતદાન કરવા આવેલા હીરાબા આર્શીવાદ મેળવ્યાં, ચરણસ્પર્શ કર્યાં

અમદાવાદ ઃ ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શતાયુ વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હીરાબાએ શતાયુ ઉંમરે બુથ પર જઈને મતદાન કરીને અનોખું ઉદારણ પૂરુ પાડ્યું. ત્યારે રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જાવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ બાળાનું નામ આરાધ્યા છે, ત્યારે આ આરાધ્યા કોણ છે તે જાણીએ.

મહેસાણાનો એક પરિવાર સવારથી રાયસણમાં મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ત્યારે તેમની સાથે તેમની દીકરી આરાધ્યા પણ હતી. પરિવારની દીકરી આરાધ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પરિવાર વહેલી સવારે આઠ વાગ્યાથી હીરાબા મતદાન માટે આવે અને તેમની એક ઝલક જાવા મળે તે માટે રાહ જાઈ રહ્યો હતો.
આ વિશે આરાધ્યાના પિતાએ કહ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી હીરાબાના દર્શન કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આખરે તેઓ આજે તેમના પરિવાર અને દીકરી સાથે જ્યારે હીરાબા મતદાન કરવા માટે રાયસન પ્રાથમિક શાળાએ પહોંચ્યા ત્યારે તેમનું લાંબા સમયનું સાકાર થયું અને તેમણે હીરાબાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. ૧૦૦ વર્ષની ઉંમરે પણ જા હીરાબા મતદાન કરવા આવતા હોય તો સૌ કોઈએ મતદાન કરવા આવવું જાઈએ તેવી પણ તેમણે અપીલ કરી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x