ગુજરાત

મોયદ ગામના ચિત્રકાર નરેશ લીમ્બાચીયાને અતુલ્ય વારસો આઈડેન્ટટી એવોર્ડનું સન્માન

અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટટી એવોર્ડ ૨૦રર જાહેર કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલા વ્યક્તિનું યોગ્ય સન્માન કરવાનો છે. આ માટે સાંબરકાંઠા જીલ્લામાંથી અને રાજ્યભરમાંથી વિવિધ અરજીઓ મોકલવામાં આવી હતી. જેમાં સાબંરકાંઠા જીલ્લામાંથી વિજયનગરની પોળોને કેનવાસ પર કંડારનારા અને પોતાની અલગ પ્રસ્તૃતિ કરનાર એવા એકમાત્ર નરેશ લિમ્બાચીયાની પસંદગી કરવામાં આવી છે.
આમ તો નરેશભાઇ દ્વારા ઘણા ચિત્રો કેનવાસ પર કંડારવામાં આવ્યા છે. તેમાંથી વિશેષ વિજય નગરની પોળોના ઐતિહાસિક સ્થાપત્યની ઝાંખી કરાવતા ચિત્રો કેનવાસ પર કંડારાયા છે. તેના કારણે તેમણે વિશેષ નામના મેળવી છે.જે અનુંસંધાને આ ચિત્રોને લઇ તેમનું આ વિશેષ એવાર્ડથી સન્માન કરવામાં આવશે
આ એવોર્ડ મળવાથી મોયદ ગામ અને સાંબરકાંઠા જીલ્લાના ગૌરવમાં વધારો થયો છે.સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ તાલુકાના મોયદ ગામના ચિત્રકાર નરેશ લીમ્બાચીયાની કલા પ્રત્યેની ધગશ ,લાગણી અને રુચિ કંઈક નવું કરવાની તમન્ના આજે અનોખી રીતે ચિત્રકામ માં આગળ વધી રહ્યાછે . ચિત્રકલા માં વિશેષ તાલીમ મેળવી નથી . પણ કલા માં બાળપણ થી જ રુચિ અને ચિત્રકારો ના સંપર્ક માં આવ્યાબાદ તેમની કલા સોળે કલા એ ખીલી છે . આધ્યાત્મિક ,પ્રાકૃતિક વાતાવરણ સાથે મૌલિક કૃતિઓનું સર્જન કરતા નરેશ લીમ્બાચીયા એ વિજયનગર પોળો ના જંગલો ના સદીઓ જુના મંદિરો ,શિલ્પસ્થાપત્ય ને સુંદરરીતે કેનવાસ ઉપર કંડાર્યું છે .
નરેશ ભાઈ ની ધગશ ને નજીક થી નિહારનાર આર્ટિસ્ટ અને સાહિત્ય લેખક શ્રી લાભુભાઈ .ર .પંડ્‌યા ના શબ્દો માં કહું તો કુતુહલતા ,કલ્પનાશીલતા અને ઊર્મિ ના ધબકાર થી ઇતિહાસ ,શિલ્પસ્થાપત્ય ને જીવંત બનાવ્યું છે . સતત પોળો ના જંગલો ,નૈસર્ગીક કુદરતી વાતાવરણ સાથે આધ્યાત્મિક ભાવ એમના ચિત્રો માં જુદો જ તરી આવે છે .
થોડા સામે પહેલા હિંમતનગર ખાતે નરેશ ભાઈનું પોળો ઐતિહાસિક વારસો નું ચિત્રપ્રદર્શન યોજાઈ ગયુ . સ્થાનીક અને ગુજરાત કક્ષાએ તેમની કલા ની નોંધ લેવાઈ સાથે ગુજરાત ટુરિઝમ મા તેમના ચિત્રો ને સ્થાન મળ્યું . ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટટી એવોર્ડ ૨૦રરજાહેર કરવામાં આવેલ, જેનો મુખ્ય હેતુ ગુજરાતની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને વિવિધ માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહેલ વ્યક્તિનું યોગ્ય સન્માન કરવાનો છે. રાજ્યભરમાંથી વિવિધ અરજીઓ દ્વારા આ નોમીનેશન મળેલ. આગામી ૨૫ ડિસેમ્બરે તેમનું સન્માન કરવામાં આવશે .
સાબરકાંઠા જિલ્લામાંથી એકમાત્ર નરેશભાઈની પસંદગી થઈ છે તે સમગ્ર જિલ્લા માટે ગૌરવ છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x