ગાંધીનગરગુજરાત

સિવિલમાં ICU પાસેના ઈલેક્ટ્રીકલ રૂમમાં આગ લાગી હતી

મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલમાં ત્રીજા માળે આઈસીયુ વોર્ડ પાસે ઈલેક્ટ્રીકલ રૂમ આવેલો છે. જેમાં ગુરુવારે બપોરે આગ ફાટી નીકળી હતી. દરમિયાન વીજ રૂમના વાયરોમાં આગ લાગી હતી. આગ લાગવાનું મુખ્ય કારણ વાયર ગરમ થવાનું હતું.

ગાંધીનગર સિવિલના ત્રીજા માળે આવેલા ICU વોર્ડ પાસેના ઈલેક્ટ્રીકલ રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જેના કારણે આસપાસના દર્દીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગના સમાચાર મળતા જ કર્મચારીઓએ તાત્કાલિક ફાયર ફાઈટિંગ સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. જોકે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ નાસભાગ મચી ગઈ હતી.
જો કે આગના સમાચાર મળતા જ હાજર કર્મચારીઓએ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને આગને કાબુમાં લીધી હતી. આગના સમાચાર મળતાં દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x