ગુજરાત

ગુજરાતમાં ભાજપના તોતિંગ વિજયની વિશ્ર્વભરનાં અખબારોએ નોંધ લીધી

ગુજરાતની ચૂંટણીમાં ભાજપને મળેલી બહુમતીને ઈન્ટરનેશનલ મીડિયાએ પીએમ મોદીના નેતૃત્વને લોકો દ્રારા મળતી સ્વીકૃતિના રૂપે જાઈ છે. મોટાભાગના વિશ્ર્‌લેશણો અને રિપોર્ટ મુજબ મોદીના નેતૃત્વના કારણે ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી છે તેનો વિકાસ અને હિન્દુત્વવાદી છબીનું મિશ્રણ જ તેની પ્રભાવશાળી છબીનો પાયો છે.

બ્રિટીશ ન્યૂઝ પોર્ટલ ઈÂન્ડપેન્ડન્ટે ૨૦૨૪ની લાકેસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી માટે આ જીત રાહત ગણાવી છે. ખાસ કરીને વધતી જતી મોંઘવારી અને બેરોજગારી વચ્ચે આટલું અભૂતપૂર્વ જનસમર્થન વિકાસવાદને હિન્દુત્વના ચમત્કારિક નેતૃત્વનું પરિણામ છે. કતારના રાજવી પરિવારના અલ જજીરાએ કહ્યું કે પીએમ મોદીની હિન્દુ રાષ્ટÙર્વાદી પાર્ટીએ ભારતના પિમી રાય ગુજરાતમાં નિયંત્રણ જાળવી રાખ્યું.
બ્રિટીશ મીડિયા હાઉસ ધ ગાર્ડીયને લખ્યું કે ગુજરાત લાંબા સમયથી હિન્દુ રાષ્ટÙર્વાદી ભાજપ પાર્ટીનો ગઢ રહ્યું છે. જેણે ૧૯૯૫ પછી સતત ચૂંટણીઓ જીતી છે. પરંતુ આ વખતેની જંગી બહુમતીથી જીત ભાજપની સૌથી મોટી ચૂંટણી સફળતા છે. અમેરિકન મીડિયા હાઉસ એબીસી ન્યુઝે લખ્યું કે વધતી મોંઘવારી બેરોજગારી અને ધાર્મિક ધ્રુવીકરણની ટીકા છતાં મોદી અને તેની પાર્ટીની લોકપ્રિયતા આર્યજનક છે.
દુનિયાના સૌથી વધુ વેંચાતા જાપાનનાં બિઝનેસ અખબાર નિકેઈની વેબસાઈટ એશિટા નિકેઈએ લખ્યું કે ઉચ્ચ ફુગાવા અને વધતી જતી બેરોજગારીની ચિંતા છતાં ભાજપની વફાદાર હિન્દુ વોટ બેન્ક Âસ્થર દેખાય છે. પોતાના સ્ટાર પાવરથી પીએમ મોદીએ ભાજપને અપેક્ષિત સફળતા અપાવી છે. સિંગાપુરના ન્યુઝ પોર્ટલ સ્ટ્રેટ ટાઈમ્સે લખ્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે. પીએમ મોદીએ ત્યાં ૨૦૦૧થી ૨૦૧૪ વચ્ચે ૧૩ વર્ષ સુધી રાય પર શાસન કર્યુ અને તેને આર્થિક મહાશકિતમાં ફેરવી નાખ્યું. પીએમ મોદીના પ્રભાવના કારણે જ તમામ સ્થાનિક મુદાઓ ઉપરાંત મોરબી દુર્ઘટના બાદ પણ ભાજપે અવિશ્ર્વસનિય જીત મેળવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x