અરવલ્લી જિલ્લાની જાણીતી અને એક માત્ર સ્વનિર્ભર ઈજનેરી કોલેજ તત્વ ઈજનેરી કોલેજ, મોડાસા ખાતે થેલેસેમિયા નિદાન કેમ્પનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું.
થેલેસેમિયા એ લોહી માં થતો એક ગંભીર પરંતુ ઓછો પ્રચલિત રોગ છે જેની માહિતી હજી ગણા લોકોને નથી ત્યારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કોલેજ માં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેતા વિધાર્થીઓ માટે આ ટેસ્ટ કરાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે ત્યારે તત્વ કોલેજ અને ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ *૦૯/૧૨/૨૦૨૨* ને શુક્રવાર ના રોજ કોલેજ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિદાન કેમ્પમાં ઈજનેરી કોલેજના કુલ *૬૮* વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધો હતો અને આ રોગની ગંભીરતા વિશે માહિતી મેળવી હતી.
કેમ્પ માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી વાડજ અમદાવાદ બ્રાન્ચના શ્રી. પ્રકાશભાઈ પરમાર (કેમ્પ ઈન્ચાર્જ) સાથે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી શાખાના શ્રી. ભરતભાઈ પરમાર (ચેરમેન) હાજર રહી સમગ્ર કેમ્પને લગતી કામગીરી સંભાળી હતી. સાથે સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. જે.આર. પુવાર અને આચાર્ય પ્રો. અમિતભાઈ પટેલ સાહેબ શ્રીએ વિદ્યાર્થીઓને આ ટેસ્ટ ની મહત્વતા સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રો. પ્રતિક ચૌહાણ અને અમૃતભાઈ મરિવાડ એ કર્યું હતું.