ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં આજે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે

વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે 156 બેઠકો પર જંગી જીત મેળવી છે અને હવે નવી સરકાર બનાવવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી સચિવાલય પરિસરમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.ગાંધીનગર પોલીસ દ્વારા ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. પોલીસ દ્વારા આજે બંદોબસ્તનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. સચિવાલય પરિસરમાં ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને માત્ર અધિકૃત પાસ ધારકોને જ પ્રવેશ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપવાના છે, જેના માટે ગાંધીનગર પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કર્યું છે. આવતીકાલે પાટનગર ગાંધીનગરમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આવતીકાલે પણ સચિવાલયનો ચાલુ દિવસ હોવાથી કર્મચારીઓ માટે ખાસ પેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને આમંત્રિતો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માર્ગ નિર્માણ અને સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ પર કાર્યક્રમની આસપાસ ગાંધીનગર પોલીસ દ્વારા 1500થી વધુ પોલીસકર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે. સુરક્ષા માટે ગાંધીનગર ઉપરાંત નજીકના જિલ્લાઓમાંથી પણ પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા છે. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માત્ર અધિકૃત પાસ ધારકોને જ સચિવાલયમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત મહિલા પોલીસ કર્મચારીઓની વિશેષ ટીમ પણ બનાવવામાં આવી છે. પાટનગરના પ્રવેશદ્વાર પર પણ પોલીસ ગાંધીનગરમાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x