ગુજરાતમાં હળવા વરસાદની સંભવના
રાજ્યમાં હવામાનને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હવામાનમાં અચાનક જ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જાવા મળી રહ્યો છે. આજે સોમવારે બપોરે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહનથીએ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. ગુજરાતમાં હળવા વરસાદની સંભવના છે. ૧૨ અને ૧૩ ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય માવઠાની સંભાવના છે. ડાંગ , વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદની શકયતા છે. બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય છે. જેના કારણે ૧૨ અને ૧૩ ડિસેમ્બરના સામાન્ય વરસાદની શકયતા છે.
બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જાવા મળે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે. ચક્રવાતી તોફાન “મૈડૂસ” સંદર્ભે પવનની મહત્તમ ગતિ ૮૫ કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે મંડસ ચક્રવાતને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે તેની અસર ગુજરાત પર પણ થવાની આગાહી છે. જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
આ સાથે જુનાગઢ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં લો પ્રેસર થશે. જે આગળ જતા ઉત્તર પશ્ચિમ તરફ સાઈકલોન સરક્યુલેશનમાં ગતિ કરશે. જેના ભાગરૂપે ૧૩ ડિસેમ્બરે ગુજરાત સૌરાષ્ટÙના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ સાથે કમોસમી વરસાદ પડશે.