ahemdabad

અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, આજે પીએમ મોદી ઉદ્‌ઘાટન કરશે

બીએપીએસ (બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) દ્વારા અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે. અમદાવાદના એસપી રિંગરોડ પર ઓગણજ ખાતે ૬૦૦ એકરમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર બનાવવામાં આવ્યું છે. અહીં ૧૫ ડિસેમ્બરથી ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધી ભવ્ય રીતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ૧૪ ડિસેમ્બર (બુધવાર) એ સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ નગરનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે સાંજે ૫ કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. પીએમ મોદી ૫.૩૦ કલાકે સીધા એરપોર્ટથી ઓગણજ પહોંચશે. ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજરી આપશે. પીએમ મોદીના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ નગરનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. પીએમ મોદીની સાથે મહંત સ્વામી સહિત સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સાધુ સંતો પણ હાજર રહેશે.
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર ૬૦૦ એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે. બાળ નગરી પણ તૈયાર કરવામાં આવી છે. જેમા પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જાવા મળશે. બાળનગરીમાં ૬થી ૭ હજાર બાળકો એનું સંચાલન કરશે..પ્રમુખ સ્વામી નગરમાં કુલ બે સભા ગૃહ છે. પ્રમુખ સ્વામી મહારાજ સભા ગૃહ અને નારાયણ સભાગૃહ જેમા વિચાર સમારોહ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૧૫ ડિસેમ્બરે નારાયણ સભા ગૃહનું ઉદ્‌ઘાટન કરશે. સભા ગૃહમાં ૨૧ પરિષદ, ૧૪ પ્રોફેશનલ અને ૭ એકેડેમીક પરિષદો યોજાશે. મેડિકલ, જમવાની, અધ્યામિક્તાની, સ્પોર્ટ્‌સ સહિત તમામ સુવિધાઓ છે… જા કોઈ પાસે સમય ઓછો છે તો ૨૦ મિનિટમાં સાર સમજવો હોય તો એક લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ છે. પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં આધૂનિક ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧ લાખ કરતાં વધુ લોકો હશે, સ્ટેજ કાર્યક્રમ થશે અને સંબોધન પણ ત્યાં થશે. ૧૫ ડિસેમ્બરે નારાયણ સભાગૃહ છે, ત્યાં ૧ હજાર લોકો સમાવી શકાય એવો સમારોહ થશે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ત્યાં ઉદઘાટન થશે, માનવ ઉત્કર્ષનું આંતરાષ્ટÙીય અધિવેશન ૧ મહિના સુધી ચાલશે. સતત સાંજે ૫ થી ૭.૩૦ દરમિયાન ૧ મહિના સુધી રોજ જુદા જુદા કાર્યક્રમ થશે. ૧૯ અને ૨૦ તારીખે ટેમ્પલ આર્કિટેકચર પર આંતરરાષ્ટÙીય પરિષદ યોજાશે. સોમપુરાઓનું સન્માન થશે.૨૧ અને ૨૨ ડિસેમ્બરે એસસી અને એસટી માટે સંતોના યોગદાન સાથે પરિષદ યોજાશે. તેમના ધર્મગુરુઓ પણ ઉપÂસ્થત રહેશે. ૨૫ મીએ હરિદ્વાર, અયોધ્યા, જમ્મુ, કન્યાકુમારી, દ્વારકા, Âત્રપુરા આસામ સહિત અલગ અલગ તીર્થ, મઠના મહાન સંતો હાજર રહેશે. દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ મહારાજ ઉપÂસ્થત રહેશે. ૨૬મીએ સ્વામી નારાયણ સંત સાહિત્ય પર સાહિત્યકારો હાજર રહેશે. ૩૧મીએ ભારતના ૧૮ સંસ્કૃત યુનિવર્સિટીથી ફઝ્ર આવશે, તમામ મોટા વિદ્વાન જેમના દર્શન માટે રાહ જાવી પડે છે એ હાજરી આપશે. ૧ જાન્યુઆરીએ બાળકો અને યુવાનો ભÂક્ત સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરશે. ૪ જાન્યુઆરીએ ગુજરાત ડેનો કાર્યક્રમ કરાશે. ૫ મિએ મહિલા આંતરરાષ્ટÙીય કાર્યક્રમ, ૬, ૭, ૮, ૯ અને ૧૧ મીએ મિડલ ઇસ્ટનાં લોકો હાજર રહેશે. યુએસ અને કેનેડાના લોકો ૭ અને ૮મીએ. યુકે અને યુરોપના લોકો ૮મીએ, આફ્રિકા ડે ૯ મીએ ઉજવવામાં આવશે. ૧૧ મીએ એશિયા પેસિફિક ડે રહેશે. ૧૨ તારીખે અક્ષરધામ ડે, ૧૩ તારીખે સંગીત દિવસ, ૧૫ જાન્યુઆરીએ આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે. ભારત અને વિદેશના તમામ પ્રસિદ્ધ લોકો હાજરી આપશે. નારી ઉત્કર્ષ મંડપમાં ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન રોજ મહિલા સંવાદ થશે. બે કોન્ફરન્સ હોલ છે, જેમાં ૨૧ પરિષદ થશે, ૧૪ પ્રોફેશનલ અને ૭ એકેડેમીક પરિષદ થશે.આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધાિરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x