ગુજરાત

રાજ્યમાં બે દિવસ માવઠું થવાની આગાહી, અમદાવાદ સહિતના વિસ્તારોમાં છાંટા પડ્યા

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવતીકાલે 15 ડિસેમ્બરે મહિસાગર, અરવલ્લી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, નવસારી, વલસાડ અને દમણમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે 16મી ડિસેમ્બરે વાતાવરણમાં સમગ્ર ગુજરાતમાં પલટો જોવા મળી શકે છે.આજે અમદાવાદના પાલડી, વાસણા, સેટેલાઈટ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વાતાવરણ સુકુ રહેવાની પણ સંભાવના છે. આજે રાજ્યમાં અમદાવાદ, સાબરકાંઠા, ખેડા, હિંમતનગર, ડાકોર સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણને કારણે ડબલઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. હાલમાં ઠંડીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x