ગુજરાત

હવામાન વિભાગની આગામી ૨૪ કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમા છોટા ઉદેપુર જિલ્લામાં ગઈ કાલે દેવળિયા ગામમાં કમોસમી વરસાદ પડ્યા બાદ નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારનાં આમતા ગામમાં પણ વરસાદ પડ્યો હતો. આ સિવાય નવસારી, સુરત અન ભરૂચમાં પણ કમોસમી વરસાદ નોધાયો હતો. છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો કમોસમી વરસાદી વાતાવરણ ને લઇ તુવરનાં પાકને નુકશાન થવાની ભીતી ખેડૂતોમાં છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગા જણાવ્યાં અનુંસાર બંગળાની ખાડીમાં સર્જાયેલા લા પ્રેસર અરબ સાગરમાં પ્રવેશીને વલમાર્ક લા પ્રેસરથી ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે જેના કારણે આગામી ૨૪ કલાકમાં વરસાદ પડશે.
હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવેલ માહિતી અનુસાર સૂરત, ભરૂચ, ઉમરપાડા, નવસારી, છોટાઉદેપુર અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી જાપટા પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે રાજ્યના મોટા ભાગના શહેરોનું મહત્તમ તાપામાન વધીને ૩૧ ડિગ્રી ને લઘુત્તમ તાપમાન ૧૫ ડીગ્રીએ પહોચી ગયુ છે. છોટાઉદેપુર જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે..
હવામાન વિભાગ દ્વારા બે દિવસ અગાઉ કમોસમી વરસાદની જે આગાહી કરી હતી જે આગાહી સાચી પડી.હતી. નસવાડી તાલુકામાં ગઇ કાલે દેવળિયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો ત્યાર બાદ આજે નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારનાં આડતિયા વિસ્તારમાં માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદથી ખાસ કરીને કપાસ, તુવેર, મકાઈ સહીત નાં અન્ય પાકમાં નુકસાન ની ભીતિ. જણાતા હાલ ખેડૂતોમાં ચિંતા નું મોજુ ફરી વળ્યુ. છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *