ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી પસંદગી, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ રહેશે
વર્તમાન અધ્યક્ષ નીમા આચાર્ય વિધાનસભાગૃહમાં નહિ જઈ શકેગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના થઈ છે. ૧૫ મી વિધાનસભામાં સુકાની તો ભુપેન્દ્ર પટેલ રહેશે, પણ તેમની ટીમ બદલાઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામ નક્કી કરવામા આવ્યા છે.વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા હતા. જયારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની પસંદ કરવામાં આવી છે જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પહેલેથી જ શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું, આખરે આ નામ પર પૂર્ણિવરામ મૂકાયું છે. જાકે, વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાના નામ પણ ચર્ચામાં હતા. જા કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. આખરે તેમના નામ પર મહોર લાગી છે.
શંકર ચૌધરી ૧૯૯૭માં રાધનપુરમાંથી તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે માત્ર ૨૭ વર્ષની વયે વિધાનસભાની તેમની પ્રથમ ચૂંટણી લડ્યા હતા. જા કે, ત્યારબાદ ૧૯૯૮માં યોજાયેલી ચૂંટણીમાં તેઓ રાધનપુર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૦૧૪ માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા. તે બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ સંઘ, પાલનપુર (બનાસ ડેરી) ના અધ્યક્ષ, ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઇસ-ચેરમેન અને ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે પણ સક્રિય છે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વાવમાંથી ભારતીય રાષ્ટÙીય કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે હારી ગયા હતા. વાવમાંથી હાર્યા બાદ ભાજપે ૨૦૨૨ની ચૂંટણીમાં થરાદની ટિકિટ આપી હતી અને શંકર ચૌધરીની જીત થઈ હતી. પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પર ૭૨ વર્ષીય જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીત્યા છે. પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચનારા જેઠાભાઈ ભરવાડ સતત વિવાદમાં રહ્યા છે.
નવા સ્પીકરની વરણી ન થાય ત્યાં સુધી વર્તમાન અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય ૨૦ ડિસેમ્બર સુધી તેમના પદ પર યથાવત્ રહેશે. એ પદ પર તો યથાવત્ રહેશે, પરંતુ વિધાનસભાગૃહની અંદર ધારાસભ્યની સોગંદવિધિના સમયે કે રાજ્યપાલના સંબોધન સમયે કે પછી અધ્યક્ષના ચૂંટણી સમયે પણ નીમાબેન વિધાનસભાગૃહની અંદર જઈ શકશે નહિ.વિધાનસભાના નવા અધ્યક્ષની વરણી અગાઉ સુધી, એટલે કે વિધાનસભા ઓફિસની તમામ ફાઈલ વર્તમાન અધ્યક્ષ નીમાબેન આચાર્યની સહીથી જ આગળ વધશે. ૨૦ ડિસેમ્બરના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધી તમામ ફાઈલ નીમા આચાર્યની સહીથી જ ચાલશે, જેવી ગૃહની બેઠક શરૂ થશે કે તેમણે અધ્યક્ષપદ છોડવાનું રહેશે.