સાણોદા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સ સીટી- અમદાવાદની મુલાકાત લીધી.
ગુજરાત સાયન્સ સીટી, અમદાવાદ, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર નિસર્ગ સાયન્સ સેન્ટરના સહયોગથી સાણોદા પ્રા. શાળાના કુલ :- 51 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિઃશુલ્ક સાયન્સ સીટી ની મુલાકાત લીધી. જેમાં વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરી, એકવેટિક ગેલેરી, પ્લેનેટ અર્થ, થ્રિલ રાઈડ, હોલ ઓફ સાયન્સ, નેચર પાર્ક, ડાયનાસોર પાર્ક વગેરેની મુલાકાત લીધી.