ગુજરાત

બોટાદ ખાતે આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનાં આયોજન અન્વયે બેઠક યોજાઇ

આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થવા જઇ રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આ ભવ્ય કાર્યક્રમનું સુચારૂં આયોજન કરવા માટે જિલ્લા કલેક્ટર બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીનાં કોન્ફરન્સ હોલમાં સંકલન સમિતિનાં તમામ અધિકારીઓની ઉપÂસ્થતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજ્યકક્ષાનાં કાર્યક્રમની ઉજવણી અન્વયે વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. સતત વિકાસની હરણફાળ ભરતું ગુજરાત રાજ્ય આ વર્ષે બોટાદ જિલ્લામાં ખુબ જ ઉત્સાહ અને ઉમંગ પૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને એકજૂટ થઇ એક ટીમ તરીકે કામગીરી કરવા ઉપÂસ્થત સૌ અધિકારીઓઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથોસાથ તમામ કામગીરી આયોજનપૂર્વક અને નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા સહિત તમામ વિભાગનાં અધિકારીઓ ઉપÂસ્થત રહ્યાં હતાં. બોટાદ શહેરમાં ૨૬મી જાન્યુઆરીનાં રોજ પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તેમજ પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ એટહોમ કાર્યક્રમ અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા વહીવટી તંત્ર દ્વારા પૂરજાશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x