ગુજરાતના વડનગર શહેર અને સૂર્યમંદિરનો યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો
ભારત સરકારના પ્રવાસન મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, યુનેસ્કો દ્વારા ગુજરાતના વડનગર શહેરનો અને સૂર્યમંદિરનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કો દ્વારા ભારતની વધુ ૩ સાઇટનો હેરીટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા Âત્રપુરા રાજ્યના ઉનાકોટી સાઇટની સાથે મહેસાણા જિલ્લાની બે સાઇટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમા ઐતિહાસીક નગરી વડનગરનો એ સુપ્રસિદ્ધ મોઢેરાના સૂર્ય મંદિરનો તેમા સમાવેશ થયો છે. કર્કવૃત પર મોઢેરાના સૂર્ય મંદિર આવેલુ હોવાથી સૂર્યનું પહેલુ કિરણ સૂર્ય મંદિરમાં પ્રવેશ કર છે. શિલ્પ અને સ્થાપત્ય કળાનો બેનમુન છે. દર વર્ષે યોજાતી શા†ીય નૃત્ય મહોત્સવ એવા ઉત્તરાધ મહોત્સવના કારણે સૂર્ય મંદિરની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરી છે. તેવી જ રીતે વડનગર શહેર સૌથી પુરાણ શહેર ગણાય છે. ૮ મી સદીમાં વડનગર શહેર બધાયુ હોવાનું માવવામાં આવે છે.
વડનગર શહેર એ તેની આજુબાજુના વિસ્તારમાં પુરાત્તત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરાતા પ્રાચીન બૌદ્ધ સ્તુપો મળી આવયા છે. તેથી વડનગર શરેહ બૌધ ધર્મના અનુયાયીઓ ઉપરાંત પ્રાચીન નગરનું સંશોધન કરતા ઇતિહાસકારો માટે વિષય બની ગયો છે. એક જ જિલ્લાની બે સાઇટોને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળતા મહેસાણા જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. આ સાથે ગુજરાતમાં કુલ ૬ હેરિટેજ સાઈટ ૧. ચાંપાનેર, ૨. રાણકીવાવ, ૩. અમદાવાદ, ૪. ધોળાવીરા, ૫. સૂર્ય મંદિર, મોઢેરા, ૬. વડનગર થઇ ગયા છે.