ગુજરાત

૨૦૨૧માં દેશમાં ૪૨,૦૦૪ રોજમદારો સહિત ૧,૬૪,૦૩૩ લોકોએ જીવન ટૂંકાવ્યું

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યૂરોનો ડેટા શૅર કરતા કહ્યું કે ગત વર્ષે કુલ ૪૨,૦૦૪ રોજમદારો અને ૨૩,૧૭૯ ગૃહિણીઓએ જીવન ટૂંકાવ્યું. તેમણે ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે ગત વર્ષે સ્વરોજગાર ધરાવતા ૨૦,૨૩૧ લોકો, ૧૫,૮૭૦ નોકરિયાતો, ૧૩,૭૧૪ બેરોજગારો, ૧૩,૦૮૯ સ્ટુડન્ટ, ૧૨,૦૫૫ ધંધાર્થી તથા ખાનગી સાહસો સાથે સંકળાયેલા ૧૧,૪૩૧ લોકોએ આપઘાત કર્યો હતો. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ૧૦,૮૮૧ લોકો, ૫,૫૬૩ ખેતમજૂરો, ૫,૩૧૮ ખેડૂતો, ખેતમજૂરોની મદદ વિના જાતે પોતાની જમીન ખેડતા ૪,૮૦૬ ખેડૂતો, ભાડાપટ્ટાની જમીન પર ખેતી કે ખેતમજૂરી કરતા કે બીજાની જમીન પર ખેતમજૂરોની મદદથી કે મદદ વિના કામ કરતા ૫૧૨ લોકોએ પણ ૨૦૨૧ના વર્ષ દરમિયાન જીવન ટૂંકાવ્યું હોવાનું રાયે ઉમેર્યું હતું.

એનસીઆરબીના ક્રાઇમ ઇન ઇÂન્ડયા રિપોર્ટ મુજબ ૨૦૨૧માં દેશમાં કુલ ૧,૬૪,૦૩૩ લોકોએ આપઘાત કર્યો તેમાં પુરુષો ૧,૧૮,૯૭૦ હતા જ્યારે †ીઓ ૪૫,૦૨૬ હતી. ૨૦૨૧માં દેશમાં આપઘાતનું પ્રમાણ વધ્યું છે. સ્યૂસાઇડ રેટમાં ૬.૨નો વધારો થયો છે. સ્યૂસાઇડ રેટ એક લાખની વસ્તીદીઠ આપઘાતની સંખ્યા દર્શાવે છે.
૨૦૨૧માં ઓલ-ઇÂન્ડયા સ્યૂસાઇડ રેટ ૧૨ રહ્યો. સૌથી વધુ ૩૯.૭ સ્યૂસાઇડ રેટ આંદામાન-નિકોબારમાં રહ્યો. તે પછીના ક્રમે સિક્કિમ (૩૯.૨), પુડુચેરી (૩૧.૮), તેલંગાણા (૨૬.૯) અને કેરળ (૨૬.૯) છે. આપઘાતના સૌથી વધુ ૨૨,૨૦૭ કિસ્સા મહારાષ્ટÙમાં નોંધાયા જ્યારે તામિલનાડુમાં ૧૮,૯૨૫, મધ્ય પ્રદેશમાં ૧૪,૯૬૫, પિૃમ બંગાળમાં ૧૩,૫૦૦ અને કર્ણાટકમાં ૧૩,૦૫૬ કિસ્સા નોંધાયા. દેશમાં આપઘાતના ૫૦.૪ ટકા કિસ્સા આ પાંચ રાજ્યમાં અને બાકીના ૪૯.૬ ટકા કિસ્સા બાકીના ૨૩ રાજ્ય અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા. કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી દિલ્હીમાં આપઘાતના સૌથી વધુ ૨,૮૪૦ કિસ્સા નોંધાયા. પુડુચેરી ૫૦૪ કિસ્સા સાથે બીજા ક્રમે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *