ગાંધીનગર શહેરમાં હવે વરસાદી પાણીનો ભરાવો નહી થાય
ગાંધીનગરમાં અગાઉ વરસાદી દિવસો દરમિયાન ઠેર ઠરે જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હતી જયારે સેકટરોમાં સ્ટોર્મ વોટર લાઇનનુ નેટવર્ક ઉભું કરવાની કામગીરી પણ બાકી હતી જો કે હવે સેકટરોમાં મુખ્ય માર્ગો તેમજ રીંગ રોડ સહીતના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની લાઇન ઉભી કરી દેવામાં આવી છે. જયારે હાલમાં સેકટરોમાં આંતરિક વિસ્તારમાં બાકી રહેતા પોકેટમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે અમુક ભાગમાં નવી લાઇન નાંખવામાં આવી રહી છે. સે- ૧ થી ૫ માં માર્ગ રીસરફેસીંગની કામગીરી પુર્વે બાકી લાઇન નાંખવા કામ હાથ ધરાયુ છે. જેના લીધે હાલ સેકટરોમાં માર્ગો પણ ખોદાઇ ગયા છે. આ કામગીરી પાછળ અંદાજિત ૫ કરોડનો ખર્ચ કરાશે.
ગાંધીનગરમાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઇન નાંખવામાં આવી રહી છે. શહેરના સેકટરોમાં અગાઉ વરસાદી દિવસોમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળતી હતી જો કે બે તબક્કામાં અગાઉ શહેરના બાકી રહેતા સેકટરોમાં સ્ટોર્મ વોટર લાઇનનુ કામ હાથ ધરવામાં આવ્યુ હતુ. જયારે હાલમાં પણ સેકટરોના આંતરિક વિસ્તારમાં કેટલાક ઠેકાણે વરસાદી પાણી ભરાતા ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે. આ સ્થિતિ વચ્ચે સ્થાનિકોએ ઘરની બહાર નિકળવામાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. શહેરના સેકટ૨ોમાં વરસાદી પાણીના નિકાલનુ કામ પુર્ણ થયા બાદ બાકી રહેતા આંતરિક વિસ્તારમાં નવી લાઇન નાંખવાનુ કામ હાથ ધરવામાં આવ્યુ છે. સુત્રોના જણાંવ્યા મુજબ સેકટ૨ોમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોય તેવા પોઇન્ટનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જયારે નવા સેકટરોમાં આગામી દિવસોમાં માર્ગ સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
જયારે માર્ગ સુધારણા પુર્વે સેકટરોમાં વરસાદી પાણીના નિકાલની લાઇન જયાં પણ બાકી હોય તેનુ કામ પુર્ણ કરવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. શહેરના સે- ૧ થી ૫ માં આ મુજબ કામ શરૂ કરી દેવાયુ છે. હાલ સે-૩ સી માં પણ કામ ચાલી રહ્યુ છે. જો કે કામગીરી ચાલી રહી હોવાના લીધે સેકટરોના આંતરિક માર્ગો તેમજ રીંગ રોડને ખોદી નાંખવામાં આવતા સેકટરના આંતરિક માર્ગો પર ટ્રાફિકની અવરજવર પ્રભાવિત થઇ છે.
સુત્રોના જણાંવ્યા મુજબ પ્રથમ તબક્કામાં નવા સેકટરોમાં બાકી રહેતા વિસ્તારમાં નવી લાઇન નાંખવામાં આવી રહી છે. જયારે સેકટરોની સોસાયટી પાસેના વિસ્તારમાં લાઇન નાંખી રીંગ રોડ સાથેની લાઇનમાં જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ જુના સેકટરોમાં પણ આ મુજબ કામ હાથ ધરાશે સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીના અંતે પણ સેકટરોના આંતરિક પોકેટમાં પાણીના ભરાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આ યોજના હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોએ પણ આ માટે અનેકવાર તંત્ર સમક્ષ રજુઆત કરી હતી. આ કામગીરી પાછળ અંદાજિત રૂ ૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે.