અરવલ્લી જિલ્લાના આદિવાસી યુવાન નરેશ કટારા ને લેખન માટે “અતુલ્ય વારસો એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા
હિસ્ટોરિકલ અને કલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારા” અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ 2024″ જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત( ૧) ઇતિહાસ અને પુરાતત્વ કલા અને સંસ્કૃતિ(૨)પર્યાવરણ અને જળ સંરક્ષણ (3) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ(૪) લેખન અને પ્રકાશન (૫) હેરિટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી ફરજ નિભાવી રહેલ અને ઓછા પ્રચલિત હોય તેવા વ્યક્તિ સંસ્થા સમુદાયને સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ ) ૨૫ ડિસેમ્બરના રોજ આઇ,આઇ ,ટી ,ઇ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો ઉપરોક્ત વિષયના તજજ્ઞો દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો જેમાં જાણીતા સામાજિક કાર્યકર્તા અનાર પટેલ મુખ્ય અતિથિ હતા જાણીતા લેખક ચિંતક કિશોર મકવાણા સાહિત્ય અકાદમીના ડો જયેન્દ્રસિંહ રાઠોડ પર્યાવરણવિદ મનીષ વૈદ્ય સંસ્થાના મેનેજીગ ટ્રસ્ટી શ્રી કપિલ ઠાકરની ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના” છાયડો”ના સંસ્થાપક શ્રી નરેશ કટારા ને લેખન તથા પ્રકૃતિ સંસ્કૃતિ અને માનવતા સંરક્ષણ હેતુ અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો