સાણોદા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો અનોખો પ્રયોગ ઃ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવી અનોખા મોડેલ તૈયાર કર્યા
સાણોદા આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયમાં પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી મોડેલ નિર્માણ કરીને વિજ્ઞાન શિક્ષણ મેળવી રહ્યા છે. વિદ્યાર્થીઓ કાગળ, પૂંઠા, પ્લાસ્ટિક, પતરા, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને આશરે 200 મોડેલ બનાવ્યા છે. જેની નોંધ શિક્ષણ વિભાગ, શિક્ષણવિદ, કેળવણીકાર અને અનેક NGO એ લીધેલ છે. વિદ્યાર્થીઓ દ્વારા મોડેલ નિર્માણ કરીને વિદ્યાર્થીઓ પોતાની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય એ સંદર્ભે અગત્સ્ય ઇન્ટનેશનલ ફાઉન્ડેશન દ્વારા શાળાના ધોરણ-6 થી 8 ના કુલ 286 વિદ્યાર્થીઓને acti-learn 1.0 પુસ્તક આપવામાં આવ્યું. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓ અવનવી પ્રવૃતિઓ અને સાધનો નિર્માણ કરી શકે એવી તમામ પ્રકારની માહિતી આપવામાં આવેલ છે. આ પુસ્તકનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ અવનવા મોડેલ નિર્માણ કરશે એવું શાળાના શિક્ષક શ્રી પ્રશાંતકુમાર શર્મા એ જણાવ્યું છે.