દેશમાં અકસ્માત અને મૃત્યુના મામલામાં અમદાવાદ 11મા ક્રમે
અમદાવાદ શહેરમાં કોઈને કોઈ જગ્યાએ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થિતિ એ છે કે હવે આ આંકડો સતત વધી રહ્યો છે. 2020 માં, અમદાવાદ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં 14મા સ્થાને હતું, જે 2021માં 11મા સ્થાને પહોંચી ગયું છે. અમદાવાદમાં ગયા વર્ષની સરખામણીએ અકસ્માતના કેસોમાં 19 ટકાનો વધારો થયો છે. 2020માં અમદાવાદમાં 1185 અકસ્માતોમાં 340 લોકોના મોત થયા હતા. જ્યારે 786 લોકો ઘાયલ થયા છે. વર્ષ 2021માં 1433 અકસ્માતો થયા હતા જેમાં 404 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 1062 લોકો ઘાયલ થયા છે.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 2020ની સરખામણીએ 2021માં અકસ્માતોમાં 13 ટકાનો વધારો થયો છે, જ્યારે મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે.
અમદાવાદમાં વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં માર્ગ અકસ્માત અને મૃત્યુમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં 19 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2020ની સરખામણીએ 2021માં અકસ્માતોમાં 13 ટકા અને મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
અમદાવાદમાં 2020માં 1185 અને 2021માં 1433 અકસ્માતો થયા હતા.
2020માં માર્ગ અકસ્માતમાં 340 અને 2021માં 404 લોકોના મોત થયા હતા.
2020માં 786 અને 2021માં 1062 લોકો અકસ્માતમાં ઘાયલ થયા હતા.
બીજી તરફ રાજકોટ અને વડોદરામાં અકસ્માતોની સંખ્યા ઓછી છે. સુરતમાં 2021માં 704 અકસ્માતો થયા હતા જ્યારે 2020માં 575 અકસ્માતો થયા હતા અને મૃત્યુઆંક 191થી વધીને 272 થયો હતો.