રાષ્ટ્રીય સેવા યોજના શિબિર દ્વારા સાણોદા ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાનાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત ગ્રામશિબિરમનાં ચોથા દિવસે એટલે કે તા.૦૪/૦૧/૨૦૨૩નાં રોજ વૈવિધ્યસભર કાર્યક્રમોની હારમાળા યોજાઈ, સૌપ્રથમ આજે શિબિરના ભાગરૂપે સાંસ્કૃતિક અને સામાજિક આદાન પ્રદાનના ભાગરૂપે “હોમ સ્ટે”નો કાર્યક્રમ થયો જેમાં સ્વયંસેવકોએ લોકસંપર્કના ભાગરૂપે આજે આખો દિવસ ગામમાંજ નક્કી કરેલા ઘરે રોકાવાનું અને સારાય દિવસ દરમિયાન તેમની જીવનશૈલી, વ્યવસાય, પરંપરા વગેરે વિશે જાણવું તે ઉપક્રમે આજે ૧૩૬ પરિવારો સાથે સ્વયંસેવકો જોડાયા અને જીવનઘડતર વિશે જાણ્યું બીજો કાર્યક્રમ શ્રીપટેલ એમ.જી હાઈસ્કૂલ,સાણોદાના ધોરણ ૧૦ થી ૧૨ના વિદ્યાર્થીઓને પ્રોગ્રામ અધિકારી ડૉ.દિવ્યેશ ભટ્ટે “હવે પછી શું?” તે અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યમાં આગળ અભ્યાસ માટેની વિવિધ તકો વિશે જાણકારી આપી સાથે પ્રોગ્રામ અધિકારી ડૉ.મોતીભાઈ દેવુ પણ ઉપસ્થિત રહ્યા, ત્રીજો કાર્યક્રમ આજે એની.એસ.એસ સ્વંયસેવકો માટે બૌદ્ધિક વ્યાખ્યાનોનો રહ્યો જેમાં ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.અમરસિંહ મેખવાને પોતાની વિદ્યાપીઠની કેળવણી અને રાષ્ટ્રીય સેવા યોજનાના વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમોની મહત્તા વિશે રસપ્રદ વાતો કરી સાથે આજના બીજા વક્તા અને સ્વામિનારાયણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ગુજરાતી વિષયનાં અધ્યાપક અને ગૂજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.સંજયસિંહ ડોડિયાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય સેવા યોજનાએ વ્યક્તિત્વ અને જીવનઘડતર માટે ખૂબ મહત્વની બાબત છે, વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણકાળ દરમિયાન એકવખત તો એને.એસ.એસ શિબિરમાં ભાગ લેવો જ જોઈએ એમ કહીને સ્વયંસેવકોનો ઉત્સાહ વધાર્યો હતો તો આજના ત્રીજા વક્તા અને મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાના ભૂતપૂર્વ સેવક ડૉ.પ્રભુભાઈ પંચાલે વિદ્યાર્થીઓને ગાંધીવિચાર,અગિયારવ્રતો અને પૂ.મહાત્મા ગાંધી અને પયાર્વરણ એ વિષય ઉપર મનનીય અને રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું તો આજે સ્વયંસેવકોએ બીજા બે કાર્યક્રમો ” આધુનિકતા અને પરંપરા- સાણોદા ગામ” વિશે ગામની માહિતી મેળવી આને ફોટોગ્રાફી કરીને તેને ચાર્ટપેપર ઉપર નિદર્શન કર્યું હતું તો બીજો એક કાર્યક્રમ “ગામ વિશે- સાણોદા” જેમાં ગામની આર્થિક, સામાજિક, ઐતિહાસિક, ધાર્મિક અને અન્ય મહત્વની માહિતીનું પણ ચાર્ટનિદર્શન કરીને ખૂબ સરસ કામગીરી કરી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિબિર સંચાલક પ્રા.બળદેવ મોરી ઉપસ્થિત રહ્યા હતા તથા સાથીમિત્રો સર્વે શ્રી વિશાલભાઈ માંગરોલિયા, ગૃહમાતા સ્મિતાબેન ગામીત તથા ગામના આગેવાનો અને શિક્ષકમિત્રોનો સહયોગ રહ્યો હતો…..