ગુજરાત

નલિયાએ સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ તોડ્યો, ૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે થીજી ગયું

સૂસવાટા મારતા પવનથી ગુજરાતીઓ ઠુંઠવાયા

રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતીઓએ ક્યારેય અનુભવી ન હોય તેવી ઠંડી હાલ અનુભવાઈ રહી છે. પરંતું આ વચ્ચે સૌથી ઠંડુગાર રહેતા નલિયાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. શિયાળામાં સૌથી વધુ ઠંડુગાર રહેવાનો રેકોર્ડ બનાવતા નલિયામાં આ વર્ષે કાશ્મીર જેવુ થીજી ગયું છે. ૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા થીજી ગયું છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, કચ્છના નલિયામાં ૨ ડિગ્રીનો પારો નોંધાયો છે. જેથી ત્યાં ઠંડી કેવી હશે તે સાંભળીને જ રુંવાડા ઉભા થઈ જાય.

હવામાન ખાતાના લેટેસ્ટ આંકડા અનુસાર, ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો પારો ઉંચકાયો છે. ડીસા ૬.૯, ભુજ ૯ ડિગ્રી, અમદાવાદ ૧૦ ડિગ્રી, રાજકોટ ૧૦, અમરેલી-વડોદરા ૧૧.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા મોટાભાગના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડ્યો છે. માત્ર નલિયા જ નહિ, કચ્છમાં ભુજનો પારો પર સિંગલ ડિજિટમાં ૯ ડિગ્રી ઉપર પહોંચ્યો છે. ભારે ઠંડીના કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યમાં હાલ ઠંડીનુ જાર યથાવત રહ્યું છે. ૮ શહેરોમાં લુઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીથી ઓછું નોંધાયું છે. ૮.૧ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે ગાંધીનગર ૧૦.૫, ડિસા ૧૦.૬, ભૂજ ૧૧.૨ અને વડોદરા ૧૧.૬ ડિગ્રી, અમદાવાદ ૧૨.૧ ડિગ્રી, રાજકોટ ૧૨.૫ ડિગ્રી અને અમરેલી ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગે એક ખુશખબર આપ્યા છે. આગામી થોડાક જ દિવસોમાં હાડ ગાળતી ઠંડીથી રાજ્યના લોકોને રાહત મળશે. ૨૪ કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં પણ ૨ ડિગ્રી જેટલો ઘટાડો થશે. ૨ દિવસ બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રી વધારો થવાની સંભાવના, જેથી ઠંડી ઓછી થશે. હિમાલય તરફ પવનની ગતિ બદલાતા પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં બે દિવસથી શીતલહેરનો પ્રકોપ યથાવત છે. અનેક શહેરોમાં તાપમામ ૧૦ ડિગ્રી નોંધાયું છે. ૧૦ ડિગ્રી તાપમાન નોંધાતા કાતિલ ઠંડીથી ઠુઠવાયા લોકો છે. ઠંડીથી બચવા માટે લોકોએ તાપણાનો સહારો લીધો છે. તો અનેક ઘરોમાં હીટર ચાલુથઈ ગયા છે.
હવામાન વિભાગે હજુ પણ કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં આગામી ૫ દિવસ વાતાવરણ એકદમ સ્વચ્છ રહેશે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. બે દિવસ પછી હવાની ગતિમાં ઘટાડો થશે. હાલમાં કોલ્ડ વેવની કોઈ આગાહી નથી.
હાલ ઉત્તર ભારતના પવનોને પગલે હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ ઠંડી ક્યારે જશે અને ગુજરાતીઓને કડકડતી ઠંડીમાંથી ક્યારે મુÂક્ત મળશે તે જણાવ્યું છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં ગુજરાતના હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા છે. દેશના ઉત્તરીય પાર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. તો જાન્યુઆરીના શરૂઆતના દિવસોમાં હળવા વાદળોની શક્યતા થે, ૬ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. આ પશ્ચિમી વિક્ષેપથી આવવાથી ઠંડીમાં ઘટાડો થશે. તેમણે વધુમાં કહ્યું કે, ૯ જાન્યુઆરીએ પશ્ચિમી વિક્ષેપ હટી જવાથી ઠંડીમાં વધારો થશે. ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવતા ઠંડીનો ચમકારો જાવા મળશે. ૧૦ જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકતા મધ્ય ગુજરાતમા ન્યુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદમાં ન્યુતમ તાપમાન ૧૨ ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે ગાંધીનગરમાં ન્યુતમ તાપમાન ૧૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. ૧૬ અને ૧૭ જન્યુઆરીએ હવામાનમાં પલટો આવતા વાદળવાયું જાવા મળશે. તો ૨૦ જન્યુઆરી સુધી વાદળવાયું વાતાવરણ જાવા મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x