રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા ‘બ્લડ ડોનેશન’ અને ‘સુવર્ણ પ્રાશન’ કેમ્પનું બોરીજ ખાતે આયોજન
તા. ૦૭-૦૧-૨૦૨૩, શનિવારે સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ ક્લાકે બોરીજ પ્રાથમિક શાળા, બોરીજ ખાતે આયોજન
રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૫૪ના ડીસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી ડૉ. બલવંત સિંઘ ચિરાના ના જન્મ દિવસ નિમિત્તે તેમજ ગુજરાતના પનોતા પુત્ર પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના માતૃશ્રી પૂ. હીરાબા મોદીની સ્મૃતિમાં બોરીજ પ્રાથમિક શાળા, અક્ષરધામની સામે, બોરીજ, ગાંધીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે રોટે. શ્રી ડૉ. બલવંત સિંઘ ચિરાના (ડીસ્ટ્રીક્ટ ગર્વનર) સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.
બ્લડ ડોનેશન તેમજ સુવર્ણપ્રાશન કેમ્પ આગામી તા. ૦૭-૦૧-૨૦૨૩, શનિવાર સવારે ૧૧.૦૦ થી ૧.૦૦ દરમ્યાન યોજાશે. બ્લડ ડોનરને સર્ટીફીકેટ તેમજ ગીફ્ટ રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર દ્વારા આપવામાં આવશે. સુવર્ણપ્રાશનનો લાભ બોરીજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ બ્લડ ડોનરના પરિવારના સદસ્યોને મળશે.
બ્લડ ડોનેશનમાં ઉપસ્થિત રહી બલ્ડ ડોનેશન કરવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવેલ છે. બ્લડ ડોનેશન કેમ્પ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખા દ્વારા અને સુવર્ણપ્રાશન સંસ્કાર આયુ. ક્લીનીક અને પંચકર્મ સેન્ટર તેમજ એસ.જે.ફાર્માસ્યુટીકલ્સના સહયોગથી કરવામાં આવેલ છે.
બ્લડ ડોનેશન અને સુવર્ણપ્રાશનના કેમ્પ બાદ ડીસ્ટ્રીક્ટ ગર્વનર શ્રી ડૉ. બલવંત સિંઘ ચિરાના, આસી. ગર્વનર શ્રી દિલીપભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ શ્રી પાર્થ ઠક્કર, સેક્રેટરી શ્રીમતી કિંજલ ત્રિવેદી સહિત તમામ રોટરીયન બ્રહ્માકુમારીઝ સંસ્થાની મુલાકાત લઈ પૂ. કૈલાશ દીદીના આશીર્વાદ ગ્રહણ કરશે.