ગાંધીનગરગુજરાત

રાષ્ટ્રીય સેવા યોજના શિબિર ગ્રામ શિબિર સાણોદા મુકામે બૌદ્ધિક વ્યાખ્યાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ અંતર્ગત આયોજિત સાણોદા મુકામની ગ્રામ શિબિરમાં આજે બૌદ્ધિક વ્યાખ્યાનો યોજાયા જેમાં પંચાયતીરાજ તલાટી તાલીમ કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ સાદરાના આચાર્ય ડૉ.તેજસ ઠાકરે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્દેશો, કાર્યપદ્ધતિ, ગ્રામ શિબિરનું સ્વરૂપ અને ગાંધીવિચાર સાથે ગ્રામ શિબિરનું આયોજન વિશે મનનીય ચર્ચા કરી તો માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક ડૉ.કૌશિકભાઈ પટેલે આજના સમયની સૌથી વધુ યુવાનો માટે ચિંતાજનક બાબત છે તે મોબાઈલના બેફામ ઉપયોગ તેની ભયાનકતા, એજ મોબાઇલના સકારાત્મક ઉપયોગ દ્વારા કારકિર્દીનું ઘડતર અને ચણતર વિષય વિશે રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું, બીજું આજે મહાવિદ્યાલયના સ્વયંસેવકો દ્વારા ભક્તિ સેવા આશ્રમમાં ગ્રામજનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ઉદ્દઘાટન આશ્રમના ગાદીપતિ મહંતશ્રી ભરતરામ મહારાજ, ગામના આગેવાન સર્વશ્રી કમલેશભાઈ પટેલ, રમણદાદા, ભક્તરાજ પૂનમભાઈ અને પ્રાધ્યાપક ડૉ.દિવ્યેશભાઈ ભટ્ટ,ડૉ.મોતીભાઈ દેવુ, પ્રા.બળદેવ મોરી, વિશાલભાઈ માંગરોલિયા વગેરેના કરકમળો દ્વારા દીપપ્રાકટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો શિબિરાર્થીઓ દ્વારા વ્યસનમૂકિત, દહેજપ્રથા, સ્ત્રી સશકિતકરણ વિષયો ઉપર નાટકો અને ગૂજરાતના ગરબો, આદિવાસી ટીમલી નૃત્ય, વિવિધ નૃત્યો,મીમીક્રી,એકપાત્રીય અભિનય,ઘુમ્મરડાન્સ વગેરે કાર્યક્રમો દ્વારા ગામજનોના હ્રદયના દરવાજા ઝણઝણાવી નાંખ્યા હતા આ પ્રસંગે ગામના સૌ આબાલવૃદ્ધ ભાઈઓ અને બહેનો તેમજ નાના ભૂલકાંઓ હાજર રહ્યા હતા, આ પ્રસંગે અન્ય સ્વયંસેવકો પણ કાર્યક્રમની સફળતા માટે ઉત્સાહપૂર્વક જોડાયા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x