માં અંબાના પ્રાગટ્ય દિવસની થઈ ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, અંબાજી ધામ ભક્તિના રંગે રંગાયું..
*વિશાળ શોભાયાત્રા સાથેજ મહાઆરતી,યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા*
*માં અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી ધામમાં માનવ મહેરામણ ઉમટ્યું*
કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે પોષ સુદ પૂનમના દિવસે અંબા જગદંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવતો હોય છે ત્યારે અંબાજી ખાતે પોષી પૂનમ માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો અને સ્વયંસેવકોએ ગબ્બર ખાતેની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવી અંબાજીની જ્યોતમાં મિલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંબાજી શકિત દ્વાર ખાતેથી મહાઆરતી યોજાઈ અને ત્યારબાદ અંબાજી નગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી..
ગબ્બર ખાતે અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવ્યો હતો સાથે જ 51 શક્તિપીઠની જ્યોતો માંથી પણ જ્યોતનો અંશ લેવામાં આવ્યો હતો અને આપેશ્વર મહાદેવ મંદિર ખાતે માઇ ભક્તો અખંડ જ્યોત લઈ પહોંચતા રબારી સમાજ દ્વારા સામૈયું કરવામાં આવ્યું હતું માં અંબાના પ્રાગટ્ય દિવસને લઈ અંબાજી ધામ ભક્તિના રંગે રંગાયું હતું જ્યારે ભક્તો અખંડ જ્યોત લઈ અંબાજી મંદિરમાં પહોંચ્યા હતા અંબાજી મંદિરમાં ખંડ જ્યોત મેલાવી અને ત્યારબાદ શક્તિ દ્વાર ખાતે ભારે જન્મેદના વચ્ચે માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી આ મહાઆરતી બાદ માં અંબા હાથી પર સવાર થઈ અંબાજી નગરમાં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા વિવિધ ઝાંખીઓ તોપ,ધજા દંડ, લાઈવ ઓરકેસ્ટ્રા, બેન્ડ બાજા, હાથી, શાકભાજીથી શણગારેલો રથ ,બગી અને ગૌ માતાની ઝાંખી, માથે કળશ ઉપાડેલી કન્યાઓ, ભિક્ષાવૃત્તિમાંથી શિક્ષણ તરફ વળેલા બાળકોનું બેન્ડ સાથે પ્રદર્શન, વિવિધ નૃત્ય ,આદિવાસી નૃત્ય સહિતની કલાત્મક ઝાંખીઓ સાથે વિશાળ શોભાયાત્રાનું આયોજન શક્તિ દ્વારેથી થયું હતું જે શોભાયાત્રા અંબાજી નગરોમાં ફરી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા આમ આ વર્ષે પણ માં અંબા જગદંબાનો પ્રાગટ્ય દિવસ ભક્તોએ હર્ષોઉલ્લાશ સાથે ઉજવ્યો હતો…