ahemdabad

સાત શ્રમિકોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટનો આદેશઃ પીઆઇસામે લો કડક પગલાં, કાન્ટ્રૅક્ટરની મદદ કરી હોવાનું જણાય છે

અમદાવાદ એસ્પાયર-૨ની નિર્માણધિન સાઈટ પર દુર્ઘટનાનો મામલે ગુજરાત હાઇકોર્ટે મોટો આદેશ કર્યો છે. નોંધનીય છે કે, તાજેતરમાં લિફ્ટનો શાફ્ટ તૂટવાથી ૭ શ્રમિકના મૃત્યુ થયા હતા. જેમાં કોન્ટ્રાક્ટરોની જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અવલોકન દરમ્યાન જણાવ્યું છે કે, ગુજ. યુનિ. પીઆઈ વી.જે.જાડેજા એ તપાસ પૂર્ણ કરવામાં ઉતાવળ કરી છે. આ સાથે વી.જે.જાડેજાએ બિÂલ્ડંગના કોન્ટ્રાક્ટરોને મદદ કરી હોવાનું જણાય છે. જેથી તપાસને ગંભીરતાથી લેવાની જરૂર છે.

એસ્પાયર-૨ની લિફ્ટનો શાફ્ટ તૂટવાથી ૭ શ્રમિકના મૃત્યુ બાદ કોન્ટ્રાક્ટરોએ હાઇકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જ્યાં આજે હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન એક મોટો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું કે, ગૃહ સચિવ અને પોલીસ કમિશનર મામલો જૂએ અને પીઆઈ જાડેજા સામે જરૂરી પગલા લે. મહત્વનું છે કે, અગાઉ પીઆઈ જાડેજાએ આઇપીસી કલમ ૩૦૪ હટાવવા રિપોર્ટ કર્યો હતો. આ સાથે ૩૦૪ હટાવી આઇપીસી કલમ ૩૦૪છ લગાવવા રિપોર્ટ રજૂ કર્યો હતો. અહી મહત્વનું છે કે, રાજ્ય સરકારે પણ કોન્ટ્રાક્ટરોની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતાં સાઈટ પર કામ કરી રહેલા ૭ શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો છે. એસ્પાયર-૨ નામની બિÂલ્ડંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા. એ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધડામ દઇને નીચે પટકાયા હતા. જાકે આ ઘટનાની જાણ થતા તુરંત ઘટનાસ્થળે પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી. બાદમાં તમામના મૃતદેહોને સિવિલ હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
એસ્પાયર-૨ બિÂલ્ડંગના માલિકોનો ભૂતકાળ ઘણો વિવાદાસ્પદ રહ્યો છે. શ્રમિકોની સલામતી માટે એડોર ગ્રુપ બેજવાબદાર રહ્યું છે. અગાઉ પણ એડોર ગ્રુપની સાઇટ પર દુર્ઘટના ઘટી ચૂકી છે. ૫ વર્ષ પહેલા શિવરંજની ચાર રસ્તા પરની સાઇટમાં આ રીતે એક દુર્ઘટના ઘટી હતી. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ એડોર ગ્રુપમાં કુલ ૧૧ લોકોની ભાગીદારી છે. એસ્પાયર-૨નું બાંધકામ હાલ ભરત ઝવેરી નામના વ્યÂક્ત પાસે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x