રાજ્યસ્તરીય અધિકારીઓનાં “ગ્રામ શિબિર સાણોદામાં”: બૌદ્ધિક વ્યાખ્યાનો યોજાયા
રાષ્ટ્રીય સેવા યોજના ગ્રામશિબિર: સાણોદામાં રાજ્ય એન.એસ.એસ અધિકારી શ્રી આર.આર.પટેલ અને શ્રી બી.જી.પટેલ વહીવટી અધિકારી, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના બૌદ્ધિક વ્યાખ્યાનો યોજાયા રાષ્ટ્રીય સેવા યોજના એકમ ગૂજરાત વિદ્યાપીઠ સંકુલ સાદરાની સાણોદા મુકામે યોજાયેલી ગ્રામ શિબિરમાં શ્રી આર. આર. પટેલે સ્વયંસેવકોને એન.એસ.એસની ગ્રામશિબિરો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વઘડતર અને રાષ્ટ્રભાવનાની જાગૃતિ માટે ખૂબ મહત્વની છે , જેના દ્વારા ભારતના હ્રદયસમાન ગામડાઓની સંસ્કૃતિ અને પ્રકૃતિનો પ્રત્યક્ષ પરિચય થાય છે તેમજ ગ્રામજનોની કેટલીક સમસ્યાઓથી વાકેફ પણ થવાય છે તેમણે વિદ્યાર્થીઓને લોકસંપર્ક દ્વારા ગામડાની ભૂલાતી વિસરાતી આવડતો, કોઠાસૂઝ અને સ્કીલને જાણવી જોઈએ અને તેમની તકલીફોના કાયમી ધોરણે નિવારણ માટે લાંબાગાળાની કોઈ યોજના, ઉદ્યોગ અથવા સૉલ્યુસન માટે પ્રયત્ન કરવો જોઈએ તે કહીને તેમણે સ્વંયસેવકોને આવાહ્ન કર્યું કે હવે પછી તમે લોકો વધુમાં વધુ ગામલોકોની જોડે જોડાયેલા રહેજો તો વહીવટી અધિકારી શ્રીબી.જી.પટેલે વિદ્યાર્થીઓ હવે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્દેશો વ્યકિતત્વ વિકાસ, સેવા અને જાગૃતિ વિશે તેમજ ગૂજરાત વિદ્યાપીઠના તેમના અભ્યાસ દરમિયાનના સંસ્મરણો તેમજ વિદ્યાપીઠના ધ્યેયો દ્વારા રાષ્ટ્રના સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસની ભૂમિકા વિશે રસપ્રદ અને મનનીય માહિતી આપી હતી તો ગૂજરાત વિદ્યાપીઠ સંકુલ અમદાવાદના અને ગૂજરાત વિદ્યાપીઠ એન.એસ.એસ સંયોજક ડૉ.અરૂણભાઈ ગાંધીએ પણ સ્વયંસેવકોને ગ્રામશિબિરના મહત્વ વિશે તેમજ વિદ્યાપીઠની અન્ય યુનિવર્સિટીઓ કરતા અલગ જ ગ્રામશિબિરો તેમજ કેળવણી વડે સમાજ પરિવર્તનની વાતો રસપૂર્વક કરી હતી આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠ રાષ્ટ્રીય સેવા યોજના, સંયોજક ડૉ.અરૂણ ગાંધીએ બન્ને રાજ્ય અધિકારીઓનું શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું, સંયોજક ડૉ.રાજેન્દ્ર જોશીએ આશીર્વાદ આપ્યા હતા શિબિર સંચાલક પ્રા.બળદેવ મોરીએ શિબિર રૂપરેખા તેમજ, કાર્યક્રમ અધિકારી ડૉ.દિવ્યેશ ભટ્ટે કાર્યક્રમ સંચાલન તેમજ ડૉ.મોતી દેવુએ આભારવિધી કરી હતી સાંજે ગામના યુવાનો દ્વારા શિબિરાર્થીઓ માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું જેમાં ગામના ઉત્સાહી યુવાનોએ સંપૂર્ણ આયોજન સુચારૂ રીતે પાર પાડીને સ્વંયસેવકોને પ્રેરણા પૂરી પાડી હતી, રાત્રિસભામાં સ્વયં સેવકોએ છેલ્લા છ દિવસના ગામલોકો સાથેના સંસ્મરણો વ્યક્ત કરીને શિબિરની સફળતા વિશે તેમજ અલગ અનુભૂતિ વિશે રસપ્રદ વાતો કરી હતી…