ઠંડીની જીવલેણ અસરઃ 6 દિવસમાં હૃદયરોગના 1 હજારથી વધુ કેસ
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં 7 જાન્યુઆરીએ જ 14 લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. જેમાંથી 8 લોકોને સારવાર દરમિયાન લાવવામાં આવતા 6ના મોત હાર્ટ એટેકથી થયા હતા. 1 થી 7 જાન્યુઆરીની વચ્ચે, 98 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે અને તેમાંથી 18 લોકોની ઉંમર 40 વર્ષથી ઓછી છે. ગુજરાતમાં પણ 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન કડકડતી ઠંડી પડી હતી. જેમાં નળિયા પરનો પારો બે ડિગ્રી સુધી ઉંચકાયો હતો. ઠંડી વધવાની સાથે જ હાર્ટ પેશન્ટની સંખ્યામાં પણ વધારો થયો છે.ઘાતક ઠંડીના કારણે કાનપુરમાં છેલ્લા એક સપ્તાહમાં હાર્ટ એટેકથી 98 લોકોના મોત થયા છે. ગુજરાતમાં પણ વધી રહેલી ઠંડીને કારણે છેલ્લા એક સપ્તાહ દરમિયાન હૃદયરોગના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. જાન્યુઆરીના 6 દિવસમાં હૃદયરોગના 1000 થી વધુ કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઠંડીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા દર્દીઓમાં પણ વધારો થયો છે. ઈમરજન્સી સર્વિસ 108 પાસેથી મળેલી માહિતી મુજબ 28 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીમાં તેમને હાર્ટ પ્રોબ્લેમ સંબંધિત કુલ 1744 ઈમરજન્સી કોલ આવ્યા હતા. ડિસેમ્બર 2020માં 3147માં 108, ડિસેમ્બર 2021માં 4195 અને 25 ડિસેમ્બર 2022 સુધીમાં 5464 કેસ નોંધાયા છે.