અરવલ્લી : SOGએ ચાઈનીઝ દોરી વેચતા યુવકનો પેચ કાપ્યો, કઉંના વધુ એક આરોપીને 73 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે દબોચ્યો
*જીલ્લામાં ચાઈનીઝ દોરી વેચાણની પેટર્ન બદલાઈ શહેરી વિસ્તારના બદલે હવે ગ્રામ્ય વિસ્તારોમાંથી ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ*
*ચાઈનીઝ દોરીના વેપલામાં એક ના ત્રણ ગણા થતા અનેક યુવાનો ગેરકાયદેસર વેપારમાં ઝંપલાવ્યું*
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ આપતા તંત્ર હરકતમાં આવ્યું છે મોડાસા રૂરલ પોલીસે કઉં ગામમાંથી એક આરોપીને ચાઈનીઝ દોરી વેચાણ કરતા દબોચી લીધાની ગણતરીના કલાકોમાં સ્પેશિઅલ ઓપરેશન ગ્રુપે કઉં ગામમાંથી વધુ એક મોતના સોદાગર આરોપી યુવકને 73 ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
જીલ્લા પોલીસતંત્રએ એક જ દિવસમાં બે આરોપીઓને ચાઈનીઝ દોરી વેચાણ કરતા દબોચી લેતા ચાઈનીઝ દોરીનો વેપલો કરતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ જી.કે.વહુનીયા અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા કઉં ગામનો વિવેક વસંત ડાભી ચાઈનીઝ દોરીનું ચોરી છુપે વેચાણ કરતો હોવાની બાતમી મળતા કઉં પહોંચી રોડ નજીક ઉભેલા વિવેક ડાભીને ઝડપી પાડી તેની પાસે રહેલા બે થેલાની તપાસ કરતા બંને થેલામાંથી ચાઈનીઝ દોરી ફીરકી નંગ-73 કીં.રૂ.21900/- નો જથ્થો જપ્ત કરી આરોપી વિવેક વસંત ડાભીનો પેચ કાપી નાખ્યા જેવો ઘાટ સર્જાયો છે એસઓજી પોલીસે આરોપી યુવકની ઇપીકો કલમ-188 મુજબ ગુન્હો નોંધી અટકયાત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી