*અરવલ્લીઃબાયડ તાલુકા નિવૃત્ત કર્મચારી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનપુર ખાતે જનરલ સભા યોજાઈ*
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા નિવૃત કર્મચારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જય સોમનાથ કોલ્ડ સ્ટોરેજ તેનપુર ખાતે જનરલ સભા યોજાઈ ગઈ.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નિવૃત કર્મચારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ કલાકે જય સોમનાથ કોલ્ડ સ્ટોરેજ તેનપુર ખાતે જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સભામાં સૌપ્રથમ બાયડ તાલુકા નિવૃત કર્મચારીઓમાં ના જે મૃત્યુ પામેલા છે તથા ભારતના યશસ્વી માનનીય વડાપ્રધાનના માતાજી હિરાબા જે દેવલોક પામ્યા છે તેમના માનમાં બે મિનિટ મૌન પાડી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બાયડ પાલિકા પ્રમુખ સ્નેહલભાઈ પટેલ,
બાયડ તાલુકા નિવૃત કર્મચારી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમણભાઈ પટેલ બાયડ,સંગઠનના મંત્રી નાનાભાઈ નાયી, સભાના અધ્યક્ષ સોમાભાઈ ભગાભાઈ પટેલ ભોજનના દાતા તરફથી સભાનું તમામ આયોજન કરવામાં આવ્યું હતું.
દીપ પ્રાગટ્ય અમૃતભાઈ આર પંચાલ અરવલ્લી જિલ્લા નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ અને દિનેશભાઈ ભટ્ટ અરવલ્લી જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ મહામંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ચંદુલાલ વી જોશી મહામંત્રી શ્રી ગુજરાત સ્ટેટ પેન્શનર ફંડ ગાંધીનગર વડોદરા તથા ચંદ્રસિંહ કે ઝાલા ખજાનચી ગુજરાત સ્ટેટ પેન્શનર ફંડ ગાંધીનગર વડોદરા તથા અતિથિ વિશેષમાં બાયડ તાલુકા નિવૃત કર્મચારી ચેરીટેબલ ટ્રસ્ટના નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો તથા અન્ય વિભાગના નિવૃત્ત કર્મચારીઓ બાયડ તાલુકા નિવૃત કર્મચારી ચેરીટેબલ ટ્રસ્ટની જનરલ સભામાં હાજર રહ્યા હતા આ જનરલ સભામાં નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો અને નિવૃત્તિ પેન્શન અંગે પડતી તકલીફો તથા તેના નિરાકરણ અંગે સચોટ પારદર્શક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ સૌ મહાપ્રસાદ લઈ છુટા પડ્યા હતા.