તુનીષાને બચાવી શકાઈ હોતઃ વનિતા શર્માનો આરોપ
દિવંગત અભિનેત્રી તુનીષા શર્માની માતા વનિતા શર્માએ રવિવારે કહ્યું હતું તેની દીકરીનો એક્સ બોય ફ્રેન્ડ અને કો-સ્ટાર શીજાન ખાન તેને દૂરની હોÂસ્પટલ લઈ ગયો હતો, પરંતુ જ્યારે સેટથી થોડી મિનિટ દૂરની હોÂસ્પટલ હતી. રવિવારે મીડિયા સાથે વાતચીત કરતા વનિતાએ કહ્યું હતું કે તેને તુનીષાની સાથે બહુ સારા સંબંધ હતા અને દિવંગત અભિનેત્રીનો એક વોઈસ મેસેજ પણ પ્લે કર્યો હતો.
તુનીષાએ ૨૪મી ડિસેમ્બરે કથિત રીતે શીજાન સાથે બ્રેક અપ કર્યાના પંદર દિવસ પછી સેટ પર આત્મહત્યા કરી લીધી હતી અને શીજાનને આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપમાં ૨૫ ડિસેમ્બરે શીજાનની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે શીજાન પોલીસ કસ્ટડીમાં છે.
એક અહેવાલમાં વનિતા શર્માએ નવો આરોપ મૂકતા કહ્યું હતું કે આ હત્યા હોઈ શકે છે. હું એટલા માટે કહી રહી છું કારણ કે શીજાન બહુ દૂરની હોÂસ્પટલ લઈ ગયો હતો, જ્યારે સેટથી દૂર પાંચ મિનિટના અંતરે તો હોÂસ્પટલ હતી. તે નજીકની હોÂસ્પટલમાં શા માટે લઈ ગયો નહીં? એનો શ્વાસ ચાલી રહ્યો હતો અને એને બચાવી શકાઈ હોત.
વનિતા શર્માએ કહ્યું હતું કે તેની સાથે મારા સંબંધો સારા હતા. તે મારા વિના રહી પણ શકતી નહીં એ ઊંઘી પણ શકતી નહીં. મારી પાસે તેની વોઈસ ચેટ છે, જે ૨૧ ડિસેમ્બરે મને મોકલી હતી. વોઈસ ચેટમાં તુનીષા કહે છે કે
શનિવારે વસઈની કોર્ટે શીજાનની જામીન અરજીને નવમી જાન્યુઆરી સુધી સ્થગિત કરી હતી, તેથી આવતીકાલે તેના પર સુનાવણી થશે. વનિતા શર્માએ વધુ આરોપ મૂકતા કહ્યું હતું કે શીજાન તુનીષાને મારતો હતો અને મુÂસ્લમ ધર્મ અંગીકાર કરવા માટે ફરજ પાડતો હતો. જાકે, અગાઉ શીજાનની બહેને પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે મૃતક એક્ટ્રેસનું ડિપ્રેશન બાળપણથી વધારે પડતું હતું. શીજાનની બહેન ફલક નાજે કહ્યું હતું કે તુનીષાની માતાએ સ્વીકાર્યું હતું કે તે તુનીષાને ઈગ્નોર કરે છે અને તેની સંભાળ પણ રાખતી નથી. તુનીષાનું ડિપ્રેશન તેના બાળપણની તકલીફનું કારણ હતું.