ગુજરાત

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ ધ્વારા ૬૨ જેટલા તમાકુ વિક્રેતાઓ પાસેથી રૂ.૧૦૪૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો.

સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરીયા ની સુચના અને

જિલ્લા ટોબેકો કન્સલ્ટન્ટ શ્રી ડો.પ્રવિણ ડામોરના માર્ગદર્શન હેઠળ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી.

ટોબેકો કંટ્રોલ સેલ માં ફરજ બજાવતા સાયકોલોજીસ્ટ નેહા સિસોદિયા અને સોશિયલ વર્કર અરવિંદસિંહ ચંપાવત તથા જિલ્લા પોલીસ તંત્રના સહયોગથી જિલ્લાના પ્રાંતિજ, ઇડર, વડાલી, તલોદ અને પોશીના તાલુકા વિસ્તારમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ ના અમલીકરણ અને જનજાગ્રૃતિ અર્થે ડિસેમ્બર – ૨૦૨૨ માસમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત

કલમ-૪,( જાહેર જગ્યાએ ધ્રુમ્રપાન કરવા પર પ્રતિબંધ) કલમ-૬,અ (અઢાર વર્ષથી નાની

વયની વ્યક્તિને તમાકુના વેચાણ પર પ્રતિબંધ) તેમજ કલમ-૬,બ(શૈક્ષણિક સંકુલની ૧૦૦ યાર્ડ વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ) જેવી કલમ ના ભંગ કરવા બદલ કુલ ૬૨ જેટલા તમાકુ વિક્રેતાઓ પાસેથી રૂ.૧૦૪૫૦/- દંડની વસુલાત કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન તમાકુ વિક્રેતાઓને તમાકુ નિયંત્રણ અધિનિયમ ની વિવિધ કલમો અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ તમાકુ અધિનિયમ ની વિવિધ કલમો નું પ્રમાણિકપણે ચુસ્ત પાલન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x