ઈડરના લાલોડામા બાપા સીતારામની મઢુલી ખાતે બાપાની ૪૬મી પૂણ્યતિથિ ઉજવાઈ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સમીપ આવેલ લાલોડા ગામ પાસે લાલોડા ગામે આવેલ ટેકરી પર બાપા સીતારામની મઢુલી આવેલી છે બાપા સીતારામની મઢુલી જેની સ્થાપના વર્ષ ૨૦૦૮ મા મંદિરના આચાર્ય પોપટદાસ દ્વારા કરવામા આવી હતી અને છેલ્લા ૧૬ વર્ષથી બાપાની મઢુલી ખાતે બાપાની પૂણ્યતિથિની ઉજવણી કરવામા આવે છે આચાર્ય પોપટદાસ ના જણાવ્યા અનુસાર તેઓને વર્ષ ૨૦૦૮ મા બાપા સીતારામ સપનામા આવીને મંદિરની સ્થાપના કરવાનુ જણાવ્યુ હતુ અને પોપટદાસ દ્વારા સાલ ૨૦૦૮મા મંદિર બનાવવા લાલોડા નજીક આવેલી સિવિલ હોસ્પિટલની બાજુમા આવેલ ટેકરી પર પ્રથમ વખતે પાયો નંખાયો હતો ત્યાર બાદ ધીરે ધીરે બાપાના મંદિરનુ નિર્માણ પૂર્ણ થયુ હતુ ઇડર સમીપ આવેલી નયનરમ્ય અદ્ભૂત શાંતિનો અનુભવ કરાવતી ટેકરી પર બાપાનુ સ્થાનક બનતા બાપાના અનુયાયીઓ સતત દર્શનાર્થે પધારે છે મંદિર નિર્માણથી આજદિન સુધી પોપટદાસ દ્વારા સતત બાપાની પૂણ્યતિથિ ઉજવવામા આવે છે જેમા આજ રોજ પણ બાપાની પુણ્યતિથિ નિમિત્તે મઢુલી ખાતે અનેક લોકો બાપાના દર્શન કરી તેમજ બાપાનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી