શાહરૂખ છે દુનિયાનો ચોથો ધનવાન એક્ટર, ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા વધુ સંપત્તિ
બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન કમાણીમાં પણ કિંગ છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શાહરૂખ ખાન દુનિયાનો ચોથો સૌથી ધનવાન એક્ટર છે. તેની કુલ સંપત્તિ હોલિવુડના દિગ્ગજ અભિનેતા ટોમ ક્રૂઝ અને જેકી ચેન કરતા પણ વધુ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિÂસ્ટક્સે પોતાના હાલના રિપોર્ટમાં જણાવ્યું છે કે, શાહરૂખ દુનિયામાં સૌથી વધુ કમાનારા અભિનેતાઓમાં એકમાત્ર ભારતીય છે.
આ અમેરિકી સ્ટેન્ડઅપ કોમેડિયનની કમાણી કોઈપણ અભિનેતા કરતા ક્યાંય વધુ છે. વર્લ્ડ સ્ટેટિÂસ્ટક્સે અમેરિકી કોમેડી શો સીનફેલ્ડના એક્ટર પાસે ૧ અબજ ડાલર એટલે કે આશરે ૮૧૦૦ કરોડ રૂપિયા સંપત્તિ બતાવી છે. તે કમાણીના મામલામાં દુનિયામાં ટોપ પર છે.
તેની પણ કુલ નેટવર્થ એક અબજ ડાલરની આસપાસ છે. જે દુનિયામાં કમાણીના મામલામાં બીજા સૌથી મોટો અભિનેતા છે. ૫૧ વર્ષીય પેરીની ફિલ્મોએ આફ્રિકી અમેરિકીઓની વચ્ચે અલગ ઓળખ બનાવી છે.
હોલિવુડના ધ રોક જાનસન પાસે આશરે ૮૦ કરોડ ડાલર એટલે કે ૬૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેની ગણતરી દુનિયાના સૌથી મોટા પ્રોફેશનલ રેસલર તરીકે પણ થાય છે. ઉઉઈમાંથી હોલિવુડમાં આવીને તેણે પોતાની અલગ ઓળખ બનાવી છે અને આજે તે સૌથી વધુ ફી વસૂલવાનારા અભિનેતાઓમાં સામેલ છે.
બોલિવુડનો બાદશાહ શાહરૂખ ખાન આ યાદીમાં ચોથા નંબર પર છે અને તેની કુલ નેટવર્થ ૭૭ કરોડ ડાલર જણાવવામાં આવી છે. જે ભારતીય કરન્સીમાં આશરે ૬૨૦૦ કરોડ હશે. કિંગ ખાન અત્યારસુધી ૮૦ કરતા વધુ ફિલ્મો કરી ચુકી છે અને ભારત સરકારે તેને પદ્મ શ્રી એવોર્ડ પણ આપ્યો છે.
‘મિશન ઈમ્પોસિબલ’ જેવી એક્શન મુવીઝ દ્વારા ભારતીય દર્શકો પર છવાનારો હોલિવુડ એક્ટર ટોમ ક્રૂઝ કમાણીના મામલામાં ૫માં નંબર પર આવે છે. તેની કુલ સંપત્તિ ૬૨ કરોડ ડાલર એટલે કે આશરે ૫ હજાર કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. ટોમને અત્યારસુધીમાં ૩ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળી ચુક્યા છે. ઓસ્કરથી લઈને આસિયાન સુધીના એવોર્ડ જીતી ચુકેલો જેકી ચેન કમાણીના મામલામાં છઠ્ઠા નંબર પર છે.