અંતે કોવિશીલ્ડ રસીનો સ્ટોક અપાયો ગાંધીનગરમાં કુલ પાંચ હજાર ડોઝ
કોરોનાની નવી લહેર દસ્તક દઇ શકે છે આ લહેર વધુ ઘાતક અને ઝડપથી ફેલાય તેવી હોવાને પગલે નાગરિકો અગાઉથી સજ્જ થવા માંગી રહ્યા છે જેના પગલે રસીની ડીમાન્ડ વધી છે.કોરોનાની નવી લહેરનો ડર હજુ ટળ્યો નથી ત્યારે અગાઉ જેની ડીમાન્ડ હતી તેનાથી વિપરીત કોવેક્સિનની રસીનો સ્ટોક આપવામાં આવ્યો હતો જેના કારણે નાગરિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે આખરે રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર શહેર અને જિલ્લા આરોગ્ય તંત્રને કોવિશીલ્ડ રસીનો સ્ટોક આપવામાં આવ્યો છે. કુલ પાંચ હજાર જેટલા ડોઝ મળી રહેતા આવતીકાલે શહેર-જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપરથી કોવિશીલ્ડ રસીનો સ્ટોક પણ ઉપલબ્ધ રહેશે.
એક બાદુ કોવિશીલ્ડ રસીના પ્રિકોશન ડોઝની ડીમાન્ડ હોવા છતા સરકાર દ્વારા ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોવેક્સિન રસીનો સ્ટોક અગાઉ મોકલ્યો હતો જેના કારણે આ સ્ટોક પુર્ણ પણ થયો નથી અને કોવિશીલ્ડ રસીની માંગ સતત વધતી રહી છે. આવી સ્થિતિ વચ્ચે આખરે આજે સરકારે ગાંધીનગર શહેર અને જિલ્લાના કુલ પાંચ હજાર કોવિશીલ્ડ રસીનો સ્ટોક આપી દેતા સ્થાનિક તંત્રની સાથે જે વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ લેવો છે તેમને હાંસકારો થયો છે.