ગુજરાત

વિધાનસભામાં વિપક્ષના નેતાપદે અમિત ચાવડા, શૈલેષ પરમાર ઉપનેતાપદે

ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને ઉપનેતાના નામની જાહેરાત કરી છે. જેમાં વિપક્ષના નેતા અમિત ચાવડા અને ઉપનેતા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ચૂંટાયા છે.
ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં કોંગ્રેસના નેતા અને ઉપનેતાના નામની જાહેરાત કરી છે. જેમાં વિપક્ષના નેતા અમિત ચાવડા અને ઉપનેતા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ચૂંટાયા છે.ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેમનો જન્મ 24 એપ્રિલ 1974ના રોજ ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનું પૂરું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. ગુજરાતમાં આ સમાચારની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે આજે આ જાહેરાત કરવામાં આવી છે. આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવવામાં આવ્યા છે. અમિત ચાવડા કોંગ્રેસના સક્રિય નેતાઓમાંના એક છે. કોંગ્રેસમાં આરાદરના નામની ભારે ચર્ચા બાદ આખરે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી હતી.
તેમણે વર્ષ 1995માં બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન ગાંધીનગરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. અમિત ચાવડાને ભરતસિંહ સોલંકી અને માધવસિંહ સોલંકી સાથે ઘરેલું સંબંધો છે. અમિત ચાવડા ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય પરિવાર સાથે જોડાયેલા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x