ગુજરાત

પાવાગઢમાં મંદિર સુધી જનારી લિફ્ટના કામનું ખાતમુહૂર્ત થયું

પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ  શક્તિપીઠ પાવાગઢ ખાતે લિફ્ટના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે કે આ લિફ્ટનું કામ પૂર્ણ થતા દર્શનાર્થીઓ તેની મદદથી સીધા નીજ મંદિરમાં પહોંચી શકશે. રૂપિયા ૨૦ કરોડના ખર્ચે ૨ લિફ્ટ બનાવવામાં આવશે. જેમાં ૨૦ લોકોનો સમાવેશ થઈ શકશે. પાવાગઢ જતા છસિયા તળવાથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું નિર્ણાણ કરવામાં આવશે. કુલ ૭૦ મીટરની ઊંચાઈ ધરવાતી હાઇસ્પીડ લિફ્ટ બનાવવામાં આવશે.

આ લિફ્ટ બનવાને કારણે ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યÂક્તઓને ઘણી રાહત મળશે. કારણ કે દર્શનાર્થીઓ રોપ વેમાંથી ઉતરે તે પછી પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે ૪૫૦ જેટલા પગથિયાં ચઢીને જવા પડે છે. ત્યારે લિફ્ટનું કામ થઈ જશે તો દર્શનાર્થીઓ માટે ખૂબ જ રાહત રહેશે. આ લિફ્ટની બનાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. શા†ોકત વિધી સાથે લિફ્ટના કામની ખાત વિધી કરવામાં આવી હતી.
મંદિર સુધી લઈ જતો રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવ્યો છે. પાવાગઢમાં તહેવારોમાં તેમજ રવિવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પાવાગઢના દર્શન માટે સતત રોપ વેનો ઉપયોગ થતો હોય છે આથી રોપ વે ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક મેઇન્ટેનન્સ કરતી હોય છે તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ રોપ વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. ૧૬ જાન્યુરીથી બંધ થયેલો રોપ વે ૨૧ જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.
ગત વર્ષે પાવાગઢ મંદિર ઉપર પ્રથમ વાર ધજા ચઢાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર ઉપર ધજા ચઢાવ્યા બાદ અહીં સતત દર્શનાર્થીઓ વધી રહ્યા છે. રવિવાર તેમજ તહેવારના દિવસે તેમજ નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *