સેક્ટર-૧૩ ખાતે “વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિ” નાં વિષય પર સેમિનાર યોજાયો
તાજેતરમાં સેક્ટર-૧૩ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં મહિલા સશક્તિકરણ અને મહિલા સ્વ-રક્ષણ અંતર્ગત ગાંધીનગરની પ્રચલિત ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થા દ્વારા “વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિ” નાં વિષય પર સેમિનાર યોજાવામાં આવ્યો હતો સાથે ટેકવોન્ડોનું પર્ફોમન્સ સંસ્થાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાન-ચાકુ, લાઠી, તલવારબાજી, નળિયા બ્રેકિંગ, ફાઇટ જેવા અનેક કરતબો બતાવવામાં આવ્યા હતાં. તેઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં સાથે સૌ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતાં અને બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ “વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિ” નાં સેમિનારમાં અલગ-અલગ ટેકનીક્સ જેમકે… પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, કંઈ વસ્તુઓનો ઉપયોગ કરવો અને અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું એ સ્કૂલનાં વિદ્યાર્થીઓને ગાંધીનગર ટેકવોન્ડો એસોસિએશન સંસ્થાનાં ટેક્નિકલ ડિરેક્ટર જતીન દવે અને સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા માહિતી આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટેનું ઝુંબેશ હાથ ધર્યું હતું અને પ્રેક્ટિકલી બતાવી તાલીમ આપવામાં આવી હતી તથા સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય વિક્રમ સરનાં વિશેષ સહયોગથી “વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિ” નો સેમિનાર સરળ રીતે સફળ થયો હતો તથા ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન સંસ્થાનાં ગ્રાન્ડમાસ્ટર પ્રકાશ સંભવાણીએ અનેક શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્થા વર્ષોથી આવા અનેક પર્ફોર્મન્સ કરતી આવી છે અને કરતી રહેશે તેમ સેક્રેટરી મિલાપ ટાટારિઆ દ્વારા જણાવવામાં આવ્યું હતું જેથી ભાઇઓ, બહેનો અને દિકરીઓમાં સ્વ-રક્ષણની જાગૃતિ થાય અને પોતાનો બચાવ કરવા કટિબદ્ધ બને.