ગુજરાત

શિયાળામાં સ્વાસ્થ્ય ની દરકાર અર્થે સસ્તા દરે આરોગ્યપ્રદ પીણાનો વેપાર કરતા યુવાન રાજ કોતવાણી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીરનગર ચોકડી વિસ્તારમાં ૨૯ વર્ષિય ગ્રેજ્યુએટ રાજ કોતવાણી છેલ્લા ત્રણ માસથી આરોગ્યપ્રદ જ્યુસનુ નજીવા દરે વિતરણ કરીને લોકોના આરોગ્યને સેવાના ભાવ થી શણગારી રહ્યા છે.
શિયાળાની સીઝન એટલે આરોગ્યને શણગારવાની સિઝન રાજ કોટવાણી જણાવે છે કે, તેઓ હિંમતનગર ખાતે છેલ્લા ત્રણ માસથી આ સાંઈ જ્યુસ સેન્ટરની શરૂઆત કરી છે આનાથી પહેલા તેઓ ઇન્દોર ખાતે દોઢ વર્ષ આ કામ કર્યું હતું. તેઓ ૧૪ પ્રકારના જ્યુસ, બે પ્રકારના સૂપ –અને છ પ્રકારના કઠોળ સવારે છ થી નવ કલાક સુધી વિતરણ કરે છે. તે પણ નજીવા દરે માત્ર પાંચ રૂપિયામાં તેઓ સેવાના ભાવથી આ કામ કરી રહ્યા છે. તેઓ પોતે ગ્રેજ્યુએટ છે અને ઘરે બેઠા એકાઉન્ટનું કામ કરે છે તેની સાથે સવારના 3:00 કલાકે ઊઠીને દરરોજ તાજા જ્યુસ બનાવે છે અને આરોગ્ય રસિકોને પીવડાવે છે આ કામમાં તેમના પત્ની તાન્યા પણ મદદરૂપ બને છે.
વધુમાં તેઓ જણાવે છે કે,ઇન્દોર ખાતે તેમના સસરા ની જગ્યાએ દોઢ વર્ષ આ કામ કર્યું હતું અને હિંમતનગર આવીને જ્યુસ બનાવવાનું શરૂ રાખી લોકોને આરોગ્ય પ્રદાન કરવાની ઈચ્છાથી અને પોતાની હસ્તગત કરેલ કલાનો ઉપયોગ થાય લોકોને તેનો લાભ મળે અને લોકો સ્વાસ્થ્ય અને નિરોગી બને તેવા ઉદ્દેશથી કોઈપણ ને પરવડે તેવા નજીવા દરે આ જ્યુસ કઠોળ અને સૂપનું વિતરણ કરે છે. જ્યુસ, કઠોળ, સૂપ માત્ર અને માત્ર પાંચ જ રૂપિયામાં આપે છે. જેથી કોઈ પણ ને પરવડે તેવી રીતે તેઓ વિતરણ કરે છે.
કોરોનામાં આપણે જોયું કે ગળો એ ખૂબ જ લાભપ્રદ ઔષધી રહી જેના સેવનથી તાવ, ડેન્ગ્યુ, મેલેરિયા જેવા તાવ થી મુક્તિ મળે છે. આ સાથે બીજી અનેક સમસ્યામાં ડાયાબિટીસમાં, આંખની બળતરા, પેશાબ ની તમામ પ્રકારની અસામાન્યતા ગળોના નિયમિત સેવનથી નિયંત્રિત કરી શકાય છે.
કારેલા, જવારા, એલોવેરા, આમળા, બીટ, ટામેટા, દૂધી, નારિયેળ જેવા જ્યુસનું તેઓ વિતરણ કરે છે. કઠોળમાં ફણગાવેલા અનાજ મગફળી, મગ, મોત, ચાવ, ઘઉં, મેથી વગેરે અંકુરિત કરી વિતરણ કરે છે. જેથી વિટામિન્સ અને મિનરલ્સ મળવાની સાથે ઝડપી સુપાચ્ય અને પૌષ્ટિક હોવાને લીધે શરીરને ઘણા લાભ મળી રહે છે. સૂપમાં ટામેટો સૂપ અને મિક્સ વેજ. સૂપ જેમાં આઠ પ્રકારના શાક અને ભાજીનો ઉપયોગ કરે છે.
હાલના સમયની સૌથી મોટી સમસ્યા સ્થૂળતા છે જેમાં દૂધીનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. ટામેટા પાચનશક્તિ અને ભૂખ વધારે છે. કિડનીના રોગો મટાડે છે બ્લડ ટ્રાન્સફયુઝન દર્દી શરીરમાંથી રોગકારક પદાર્થોને દૂર કરવામાં અને નવા શક્તિશાળી કોષો ઉત્પન્ન કરવામાં ફાયદાકારક છે. બીટ મધુર પૌષ્ટિક લોહી વધારનાર અને માનસિક વિકાર માં લાભકારી છે. આધાશીશી નો દુખાવો, આંખોની નબળાઈ, પેશાબ ની સમસ્યા, કાનનો દુખાવો વગેરેમાં લાભકારી છે. સૌથી વધુ ફાયદાકારક આમળાનો જ્યુસ ત્રિદોષ અને શરીરના તમામ વિકારોને દૂર કરે છે આંખોની રોશની વધારી આંખના તમામ રોગો દૂર કરે છે શરીરને નવજીવન અને યુવાની આપે છે.
આમ તાજા જ્યુસ પીવાથી લોકોને શારીરિક અનેક સમસ્યાઓને ડૉક્ટર અને દવા વગર દૂર કરી શકાય છે.
૦૦૦૦૦૦૦

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x