કાંકરેજ તાલુકાના મોટા જામપુર મહંત શ્રી એચ એમ વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું
કાંકરેજ તાલુકા કક્ષાના 74 માં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની ઉજવણી સવારે 9:00 કલાકે તાલુકા મામલતદાર સાહેબશ્રીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો દેશના જન ગન મંગલ રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
ધ્વજ વંદન કાર્યક્રમમાં તાલુકા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ તેમજ કાંકરેજ તાલુકા પ્રમુખ તાલુકા સીપીઓ સાહેબ શ્રી કાંકરેજ તાલુકા શિહોરી પોલીસ સ્ટેશન પી.આઈ શ્રી તેમજ તાલુકાના અન્ય પદાધિકારીઓ તેમજ મોટા જામપુર તેમજ આજુબાજુ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ધ્વજવંદન કાર્યક્રમની હર્ષભેર ઉજવણી કરવામાં આવી
કાંકરેજ તાલુકા મામલતદાર શ્રીએ કાંકરેજ તાલુકા પ્રજાજોગ સંદેશમાં જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકા પ્રજાજનોને હું દેશના 74 મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું
ભારત માતાકી જયના નારા સાથે તેમના જણાવ્યા અનુસાર સન 1950 માં આ દિવસે ભારત પરતંત્રતાના લાંબા સમય બાદ દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક પ્રજાસત્તાક દેશ તરીકે સ્થાપિત થયો હતો જે આપણા સામૂહિક વિઝનનો પ્રેરક દસ્તાવેજ છે આપણી લોકશાહીની વિવિધતા અને ગતિશીલતાની વિશ્વભરમાં પ્રશંસા થાય છે
ભારતીય સંવિધાનના રચનાના મૂળમાં લોકશાહી દેશના ભાયા ના ચાર સિદ્ધાંતો એટલે કેશાસન પ્રશાંત ન્યાય અને મીડિયા રહેલા છે
એકતા અને એક રાષ્ટ્ર બનાવવાની ભાવના સાથેદર વર્ષે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
લાંબા વર્ષો પછી પરતંત્રતા પછી ભારતનો આત્મા ફરી આઝાદી મેળવવા માટે જાગૃત થયો અને લોકો વતી દરેક લેખ દરેક વાક્ય અને દરેક શબ્દની ચર્ચા કરી લગભગ ત્રણ વર્ષ સુધી મંથન ચલાવવામાં આવ્યું આખરે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમને મુશ્દા સમિતિના અધ્યક્ષ તરીકે અંતિમ સંસ્કરણ તૈયાર કર્યું જે આપણું ભારતીય ભારતીય બંધારણ રૂપી દસ્તાવેજ પ્રસ્થાપિત થયેલ છે આપણા બંધારણની પ્રસ્તાવના તેની આત્મા છે લોકશાહી ન્યાય અને સ્વતંત્રતા સમાનતા અને બંધુતા ના પાયા પર આપણું પ્રજાસત્તાક રાષ્ટ્ર ઊભું છે ભારતના પ્રત્યેક નાગરિકનો
અધિકાર અને ફરજો એક સિક્કાની બે બાજુ છે મને ખાતરી છે કે આપણા ભારતવાસીઓ તેમની સક્રિય ભાગીદારીથી રાષ્ટ્રહિતના અભિયાનને સમદ્રષ્ટિ અને ભાઈ ચારાની નેમ સાથે મજબૂત બનાવતા રહેશે