ગુજરાત

પ્રાંતિજના જુના બાકલપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્રમ યોજાયો.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના જુના બાકલપુર ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં માતા, શિશુ અને બાળકોના પોષણ અંતર્ગત સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહે ઉપસ્થિત બાળકો અને માતાઓ, ધાત્રી માતાઓને બાળકોના યોગ્ય વિકાસ અંગે ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું તેમજ ઉમેર્યું કે બાળક જન્મ લે તે પહેલા અને પછી તેમની યોગ્ય તંદુરસ્તી જળવાઈ રહે તે માટે સરકાર શ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી છે. જેથી બાળકો અને માતાનું આરોગ્ય જળવાઈ રહે. વધુમાં તેમણે ઉમેર્યું કે તંદુરસ્ત બાળક સારી રીતે શિક્ષણ લઈ શકે છે અને ભવિષ્યમાં સારો નાગરિક બની શકે છે. કુપોષિત બાળકોને યોગ્ય પોષણ મળી રહે તે માટે સી.એમ.ટી.સી. સેન્ટરોની વ્યવસ્થા થકી કુપોષિત બાળકને ૧૪ દિવસ માટે આ સેન્ટરમાં ડોક્ટરની દેખરેખ નીચે યોગ્ય આહાર મળી રહેતા તેમના વજનમાં વધારો થાય છે.૧૪ દિવસ પછી દર પંદર દિવસે આ બાળકની યોગ્ય કાળજી લેવાય છે. આશાબહેનો, આંગણવાડી બહેનો વિઝીટ લઈ બાળકને કુપોષણમાંથી ઉગારવામાં મદદરૂપ બને છે. જેથી કુપોષણના કલંકને નાબૂદ કરી શકાય.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયાએ સ્તનપાનની યોગ્ય રીત અને ફાયદા તથા માંદગી દરમિયાન અને માંદગી બાદ સ્તનપાનના ફાયદા,૬ મહિના બાદ બાળકને ઉપરી આહારના મહત્વ અંગે માતાઓને સમજાવ્યું હતું. તેમજ બાળકોને આરોગ્યપ્રદ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x