રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સંકુલ સાદરા ખાતે ‘ગીર: જંગલ કે સંવેદના’ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું
ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ (બીએ&એમ.એ વિભાગ)માં રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા આયોજિત “ગીર: જંગલ કે સંવેદના” વિષય પર શ્રી બળદેવભાઈ મોરીનું એક સુંદર વ્યાખ્યાનનું આયોજન થયું. વ્યાખ્યાનમાં વક્તાશ્રીએ ખૂબ જ છણાવટ અને સૂક્ષ્મ દ્રષ્ટિ સભર જંગલ પ્રકૃતિની સંવેદનશીલતા, ધ્રુવ ભટ્ટની નવલ અકૂપાર માં વણાયેલી સંવેદના પુસ્તકના પૃષ્ટમાંથી તેમની વાઞ્મયી વાણી માં સભાખંડમા પ્રવાહીત કરી સૌને રસતરબોળ કરી દીધા હતાં.
“ગીર: જંગલ કે સંવેદના” એ વિષય ઉપર પ્રા.બળદેવ મોરીએ વ્યાખ્યાન આપ્યું ગીર એ ભૂગોળનો વિષય નથી પણ એક જીવતી જાગતી સંવેદના છે સમાજને હંમેશા પ્રકૃતિએ કોઈપણ છોછ વગર છુટ્ટા હાથે આપ્યું છે, તે પ્રકૃતિ સાથે ગીરના જંગલમાં જીવતો માણસ ત્યાંના પશુ,પંખી,ડુંગર,નથી,નાળા એ વચ્ચે જીવાતા સંદર્ભે કોઈ ભેદરેખા નથી તે પ્રત્યક્ષ દાખલો સાંસાઈ,આઈમાં,ધાનું,રતાઆતા,લાજુ,ડી.એફ.ઓ, ફોરેસ્ટરો, બીટ ગાર્ડ વગેરે દ્રારા તાજુ કર્યો છે, આ કોઈ ફોરેસ્ટ એરિયા નથી આ તો માનવ અને ચેતન વચ્ચેનો કોઈ એવો સંબંધ નથી કે જેને નામ ન આપી શકાય,કારણકે અંહી ટેકરી અને ટેકરા વચ્ચે લગ્ન થાય છે,રમઝાના સરયુ એવા સિંહણોના નામ અપાય છે,ગિરવાણ જેવી ગાયના મરશિયા ગવાય છે,કિંમતી અને મોંઘી ગાય-ભેંસના મારણ કરતા સિંહોને માફી અપાય છે. આ નામ વગરના સંબંધોને નામ આપે તે ગીરનારી તેવા વિષયો સંદર્ભે વાત કરીને સર્જક ધ્રુવ ભટ્ટનો પરિચય આપ્યો હતો
સંયોજક શ્રી ડૉ. રાજેન્દ્ર જોષીના માર્ગદર્શન હેઠળ આવા સુંદર કાર્યક્રમો નું આયોજન થતું રહે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. મોતીભાઈ દેવુંએ કર્યું હતું. તો ભુમિકા અને આભાર ડૉ.દિવ્યેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું.