ગુજરાત

અમદાવાદ, ભાવનગર, વડોદરા સહિત ઠેર ઠેર કડાકા સાથે વરસાદ પડતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી દાહોદ, અમદાવાદ, આણંદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે.. જેને ધ્યાને રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. પવનોની ગતી ઉત્તર પૂર્વીય તરફ જાવા મળશે.. પવનની ગતિ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જાકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટÙ-કચ્છમાં હવામાન સામાન્ય રહેશે. તો ૩૦ જાન્યુઆરી બાદ તાપમાન ફરી ૧૦ ડિગ્રીથી નીચું જતા કડકડતી ઠંડી પડવાની શક્યતા છે.

માવઠાની આગાહી સાથે સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી ૨૪ કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક ૪૦થી ૫૦ કિલોમીટરની રહેશે. આગામી ૨૪ કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે.જાકે ૨૮ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન ૮ ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. ૨૯ જાન્યુઆરીથી ઠંડીમાં થશે વધારો થશે. આગામી ૨૪ કલાકમાં સારાષ્ટÙમાં રાજકોટ. પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવ ની આગાહી કરવામાં આવી છે
અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો જાવા મળી રહ્યા છે. ઈશનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોતસવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગ મચી ગઇ.
અમદાવાદમાં હાલ શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયુ વાતાવરણ જાવા મળી રહ્યુ છે. તો સાથે જ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર, ઓઢવ, અમરાઇવાડી, હીરાવાડી, નિકોલ, મણિનગર, મેઘાણીનગર, વ†ાલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *